માથા પર ભસમ…લાંબી લાંબી જટાઓ…OMG 2ના ટીઝરમાં સામે આવ્યો અક્ષય કુમારનો ધાંસૂ લુક- ચાહકોને પણ આવ્યો પસંદ

‘રખ વિશ્વાસ તુ હૈ શિવ કા દાસ’, લાંબી જટાઓ, માથા પર ભસ્મ લગાવી ભોલે બાબા બનેલ અક્ષય કુમારની OMG 2નું દમદાર ટીઝર રીલિઝ

Akshay Kumar OMG 2 Teaser out: અક્ષય કુમાર, પંકજ ત્રિપાઠી અને પરેશ રાવલ સ્ટારર ફિલ્મ ‘ઓહ માય ગોડ 2’નું ટીઝર ગત રોજ રિલીઝ કરવામાં આવ્યું. ટીઝર એકદમ સ્ફોટક છે. તે આસ્તિક અને નાસ્તિક, તેમજ ભગવાન અને વિશ્વાસની ચર્ચા કરે છે. તમામ સ્ટાર્સ અદભૂત દેખાય છે અને સમગ્ર ટીઝરમાં ‘હર હર મહાદેવ’ અને ‘જય મહાકાલ’ જેવા નારા સંભળાય છે. ટીઝરની શરૂઆતમાં એક અવાજ સંભળાય છે કે, ‘માણસ આસ્તિક કે નાસ્તિક બનીને ભગવાન છે કે નહીં તેની સાબિતી આપી શકે છે. પરંતુ ભગવાન પોતે બનાવેલા ગુલામો વચ્ચે ક્યારેય ભેદ પાડતા નથી. નાસ્તિક કાંજીલાલ મહેતા હોય કે આસ્તિક કાંતિશરણ હોય.

અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં
એક દુ:ખનો કોલ હંમેશા તેને તેના ભક્ત તરફ ખેંચે છે. અક્ષય કુમાર મંત્રોચ્ચાર વચ્ચે પ્રવેશ કરે છે અને પરેશ રાવલ મંદિરમાં દેખાય છે. બીજી તરફ પંકજ ત્રિપાઠી મહાકાલની પૂજામાં તલ્લીન જોવા મળે છે. આ દરમિયાન, ટીઝરમાં રેલ્વે સ્ટેશનનું દ્રશ્ય પણ બતાવવામાં આવ્યું છે, જેમાં એક ટીનેજ છોકરો રેલ્વેના પાટા પર ઉભો જોવા મળે છે અને તેની સામે એક સ્પીડમાં આવતી ટ્રેન આવે છે. આ ફિલ્મમાં અક્ષય કુમાર ભગવાન શિવના રોલમાં જોવા મળશે. ટીઝરમાં તે ભગવાન શિવની પૂજામાં મગ્ન પંકજ ત્રિપાઠીને દર્શન આપતા જોવા મળે છે. ‘OMG 2’ના ટીઝરે ફિલ્મને લઈને ઉત્સુકતા વધારી દીધી છે.

ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે
તમને જણાવી દઈએ કે આ ફિલ્મ 11 ઓગસ્ટના રોજ સિનેમાઘરોમાં આવશે. ટીઝર પર યુઝર્સ તરફથી સકારાત્મક પ્રતિસાદ મળી રહ્યો છે. એક યુઝરે લખ્યું, ‘ખૂબ સરસ, આ ફિલ્મ માટે ઓલ ધ બેસ્ટ.’ અન્ય યુઝરે લખ્યું, ‘ખેલાડીએ શાનદાર કામ કર્યું.’ એક યુઝરે લખ્યું, ‘આ ફિલ્મને બ્લોકબસ્ટર બનતા કોઈ રોકી શકશે નહીં.’ જણાવી દઈએ કે આ ફિલ્મમાં યામી ગૌતમ પણ જોવા મળશે. ઉલ્લેખનીય છે કે, જેવું જ સ્ક્રીન પર અક્ષયનું પાત્ર દેખાય છે તે સાથે જ ગીત વાગે છે: જો ચાલ બદલ દે કાલ કા, કોઈ ઉસકા ક્યા બિગાડે, જો ભક્ત હો મહાકાલ કા… આ ગીતમાં ઘણું બધું છે. આ ગીત ખૂબ જ આક્રમક ગીત છે.

ટીઝરે વધારી ઉત્સુકતા
આના પરથી ફિલ્મનું વલણ પણ જાણવા મળી રહ્યું છે. શક્ય છે કે આ વખતે ફિલ્મ ઘણી આક્રમક હશે. ટીઝરમાં એક સીન છે, જેમાં શિવ એક ઘરમાંથી બહાર આવી રહ્યા છે. નંદી તેમની પાછળ ચાલવા લાગે છે. નંદી ફ્રેમમાંથી બહાર નીકળતાની સાથે જ મધ્યપ્રદેશ પોલીસનું એક વાહન ફ્રેમમાં ઊભું જોવા મળે છે. થોડીક સેકન્ડના આ શોટથી ઘણું બધું એસ્ટાબ્લિશ થઈ જાય છે. જણાવી દઇએ કે, ઓહ માય ગોડ! ઉમેશ શુક્લા દ્વારા દિગ્દર્શિત કરવામાં આવી હતી. જ્યારે બીજી ફિલ્મના દિગ્દર્શક અને લેખક અમિત રાય છે. તેમના નામે એક કમાલની ફિલ્મ છે, ‘રોડ ટુ સંગમ’. એટલે જ OMG 2થી અપેક્ષાઓ વધી જાય છે.

 

View this post on Instagram

 

A post shared by Akshay Kumar (@akshaykumar)

Shah Jina