ઓમેગા સુપરમાર્કેટના ઈલેક્ટ્રિક વાયર વડે ફાંસો ખાઈ કર્યો આપઘાત, સુસાઇડ નોટમાં લખ્યુ- પપ્પા મને માફ કરજો…

રાજકોટના ઓમેગા સુપરમાર્કેટના વેપારીનો આપઘાત, સ્યૂસાઇડ નોટમાં ચોંકાવનારો ખુલાસો કર્યો

Rajkot News: ગુજરાતમાંથી અવાર નવાર આપઘાતના ઘણા મામલા સામે આવે છે, જેમાં કોઇ પ્રેમ સંબંધને કારણે તો કોઇ આર્થિક તંગીને કારણે તો કોઇ માનસિક ત્રાસ કે દેવાને કારણે આપઘાત કરે છે. ત્યારે હાલમાં રાજકોટમાંથી એક વેપારીના આપઘાતનો મામલો સામે આવ્યો છે. રાજકોટના પંચાયત ચોક પાસે આવેલા ઓમેગા સુપરમાર્કેટના માલિક અલ્પેશ કરોડીયાએ ગળે ફાંસો ખાઇ જીવન ટૂંકાવી લીધુ હતુ.

અલ્પેશભાઈએ ગોડાઉનમાં પંખા સાથે ઇલેક્ટ્રિક વાયર બાંધી ગળે ફાંસો ખાધો હતો. એવું સામે આવ્યુ છે કે, મૃતકે કોઈ કંપનીમાં રોકેલા પોણા કરોડ જેટલા નાણાં મામલે વળતર નહીં મળે તે બાબતની ચિંતામાં આપઘાત કર્યો છે. હાલ તો યુનિવર્સિટી પોલીસે અકસ્માતે મોતનો ગુનો દાખલ કર્યો છે. મળતી માહિતી મુજબ, અલ્પેશભાઈ કોરડીયા પાંચ દિવસ પૂર્વે સાઇબર ક્રાઇમમાં બનાવ સંદર્ભે ફરિયાદ કરવા પણ ગયા હતા. પોલીસે પણ તેમને તેમની રકમ પરત અપાવશે તેવી હૈયાધારણા પણ આપી હતી.

આપઘાત પહેલા અલ્પેશભાઈએ તેમના માતા-પિતા અને મિત્રોને ઉદ્દેશી એક સુસાઇડ નોટ પણ લખી. સુસાઇડ નોટમાં મૃતકે પિતાને ઉદ્દેશી લખ્યું, પપ્પા મને માફ કરજો. હું તમારી સાર સંભાળ ન રાખી શક્યો, અને જવાબદારી ન નિભાવી શક્યો. આ ઉપરાંત મૃતકે માતાને ઉદ્દેશી લખ્યુ, હવે હું તમારી સાથે નહીં રહી શકું અને અલ્પેશભાિએ પત્નીને ઉદ્દેશી લખ્યુ, દીકરાનું ધ્યાન રાખજે. માતા-પિતા અને પત્ની સિવાય અલેપ્શભાઇએ તેમના મિત્રોને પણ ઉદ્દેશી લખ્યુ કે, તમારા પ્રોજેક્ટમાં હું કામ નહીં કરી શકું.

Shah Jina