આ ઘરડા દાદાએ જુવાનિયાની જેમ બાઈક પર ખુલ્લા હાથ રાખીને બતાવ્યા અજીબો ગરીબ સ્ટન્ટ, વીડિયો જોઈને લોકો બોલ્યા..”જવાની ઉંમરમાં જવાની આવી ગઈ..” જુઓ

બાઈકનું સ્ટેરીંગ છોડીને છુટ્ટા હાથે બાઈક પર કુદતા કુદતા અને સુઈ જઈને રૂંવાડા ઉભા કરી દેનારા સ્ટન્ટ કરી રહ્યા હતા આ દાદા, અને પછી… જુઓ વીડિયો

ઇન્ટરનેટ પર તમે ઘણા બધા વીડિયોને વાયરલ થતા જોયા હશે. જેમાંથી ઘણાં વીડિયો સ્ટન્ટના પણ હોય છે. આ વીડિયોમાં ખાસ કરીને યુવાનિયાઓ બાઈક કે કાર પર અજીબો ગરીબ સ્ટન્ટ બતાવતા હોય છે અને તેના દ્વારા જ તે સોશિયલ મીડિયા પર લાઈક, વ્યૂઝ અને ફોલોઅર્સ પણ વધારતા હોય છે. ઘણીવાર આવા સ્ટન્ટ તેમના માટે જીવલેણ પણ સાબિત થાય છે અને તેમના વીડિયોને જોઈને લોકો પોતાનો ગુસ્સો પણ વ્યક્ત કરતા હોય છે.

ત્યારે હાલ એક એવો જ વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જેમાં એક ઘરડા દાદા બાઈક પર સ્ટન્ટ કરતા જોવા મળી રહ્યા છે. હાલમાં જ એક યુઝરે આ વીડિયો ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે એક વૃદ્ધ દાદા રોડ પર બાઇક ચલાવી રહ્યા છે. આ બાઇકમાં તે અચાનક હેન્ડલ છોડી દે છે એટલે કે તેના બંને હાથ હવામાં છે અને તે ઝડપથી બાઇક ચલાવી રહ્યો છે.

એટલું જ નહીં આ દરમિયાન તેઓ સામે જોવાનું પણ બંધ કરી દે છે. વીડિયોમાં એવું પણ જોવા મળે છે કે તે હાથ ઉંચો કરીને આકાશ તરફ જોઈ રહ્યા છે અને બાઇક ચાલવતા જાય છે. જો સહેજ પણ ભૂલ થઈ ગઈ હોત અથવા તેમનું સંતુલન બગડ્યું હોત, તો તે પડી ગયા હોત અને ખરાબ રીતે ઘાયલ થાત. એવું પણ બની શકે કે તેના હાથ-પગ તૂટી શકે. પરંતુ સદનસીબે, તે વીડિયોમાં બચી ગયેલો જોવા મળી રહ્યો છે.

આ વીડિયો વાયરલ થતાં જ લોકોએ તેના પર પ્રતિક્રિયાઓ આપવાનું શરૂ કર્યું. કેટલાક લોકોએ તો એમ પણ કહ્યું કે કાકાએ ઓછામાં ઓછું તેમની ઉંમરનું ધ્યાન રાખવું જોઈએ અને યુવા સ્ટંટ ન કરવા જોઈએ. તે જ સમયે, અન્ય એક યુઝરે લખ્યું કે કાકાને તેમની યુવાની યાદ આવી, તેથી જ તેઓ આ કરી રહ્યા છે. હાલમાં આ વીડિયો જોરદાર વાયરલ થઈ રહ્યો છે અને લોકો પોત-પોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

Niraj Patel