પોતાના જન્મ દિવસે ઘરની બહાર કાર લઈને નીકળી મહિલા, પછી અચાનક લઇ લીધો ખોટો વળાંક અને ઘટી એવી દુર્ઘટના કે જોઈને હચમચી જશો, જુઓ

ઘણી વખત એવા કેટલાક અકસ્માતો થાય છે, જેની તસવીરો જોઈને કોઈપણ વ્યક્તિનું મન હચમચી જાય છે અને વ્યક્તિ વિચારે છે કે આખરે આ કેવી રીતે થયું. અકસ્માતની તસવીરો જોઈને લોકોને અંદાજ આવી જાય છે કે આ અકસ્માતમાં કેટલું જાન-માલનું નુકસાન થયું હશે.  ઘણા અક્સ્માતનની ઘટનાઓની તસવીરો અને વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતા હોય છે.

ત્યારે તાજેતરમાં જ લંડનમાં આવી એક ઘટના બની હતી. જ્યાં એક કાર બે બિલ્ડીંગ વચ્ચે ફસાઈ ગઈ હતી. તે એવી રીતે ફસાઈ ગઈ કે બધા જોઈને દંગ રહી ગયા. તસવીરો જોઈને દરેક લોકો હેરાન છે કે આ ખતરનાક અકસ્માત કેવી રીતે થયો અને કાર બે ઈમારતો વચ્ચે કેવી રીતે ફસાઈ ગઈ. મીડિયા રિપોર્ટ અનુસાર કાર એક 87 વર્ષીય વૃદ્ધ મહિલા ચલાવી રહી હતી.

ગત ગુરુવારે એટલે કે 21 જુલાઈએ આ વૃદ્ધ મહિલાનો જન્મદિવસ હતો. તે બહારથી ફૂડ પેક કરાવા કારમાં જઈ રહી હતી. આ દરમિયાન તેણે ખોટો વળાંક લઇ લીધો અને ત્યારે જ તેની સાથે આ અકસ્માત થયો હતો. આ અકસ્માતને કારણે કાર જમીનથી 20 ફૂટ ઉપર બે ઈમારતો વચ્ચેની રેલિંગમાં ફસાઈ ગઈ હતી. વૃદ્ધ મહિલા તેના જન્મદિવસનું જમવાનું લેવા બહાર જઈ રહી હતી. પછી તેણે રોંગ સાઈડ પર ખોટો વળાંક લીધો. એટલે કાર ફસાઈ ગઈ. મહિલા પર હજુ સુધી કોઈ દંડ ફટકારવામાં આવ્યો નથી.

આ વૃદ્ધ મહિલા ડેવોન અને સમરસેટની રહેવાસી છે. ઘટનાની માહિતી મળ્યા બાદ ડેવોન અને સોમરસી ફાયર એન્ડ રેસ્ક્યુ સર્વિસના ફાયર બ્રિગેડની ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. આ જોઈને તે પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા. કાર બે બિલ્ડીંગ વચ્ચેની રેલીંગમાં સંપૂર્ણ સંતુલિત રીતે લટકતી હતી. જેણે પણ કારને આ હાલતમાં જોઈ તે વિચારતા રહ્યા કે કાર અહીં કેવી રીતે પહોંચી ? જોકે આ ચોંકાવનારી ઘટનામાં કોઈને ઈજા થઈ ન હોવાનું જાણવા મળ્યું છે. (Image Source: mirror.co.uk)

Niraj Patel