ટ્રેનમાં ચોકલેટ વહેંચીને બે ટાણાની રોટલી કમાઈ રહી છે આ વૃદ્ધ દાદી, વીડિયો જોઈને તમારું કાળજું પણ હલી ઉઠશે

ટ્રેનમાં ચોકલેટ વહેંચીને બે ટાણાની રોટલી કમાઈ રહી છે આ વૃદ્ધ દાદી, વીડિયો જોઈને તમારું કાળજું પણ હલી ઉઠશે

જો તમને પણ એવું લાગતું હોય કે તમારી પાસે આજીવિકા મેળવવા માટેના પર્યાપ્ત સાધન નથી કે પછી કોઈ કામ કરવા માટે તમારી પાસે મજબૂત ઇચ્છાશક્તિ નથી તો એકવાર સોશિયલ મીડિયા પર આવેલો આ વીડિયો ચોક્કસ જોઈ લો.આ વીડિયો તમેને તમારી અંદરની ઈચ્છાઓ વિશે વિચાર કરવા માટે મજબુર કરશે અને સાથે જ તમારી અંદરની ગજબની ઈચ્છા શક્તિઓને જગાડવામાં પણ મદદરૂપ થશે.

સામે આવેલા આ વાયરલ વીડિયોમાં એક વૃદ્ધ મહિલા જે લગભગ દાદીની ઉંમરની જ છે, જે મુંબઈની એક લોકલ ટ્રેનમાં ચોકલેટ વહેંચીને રોજી રોટી કમાઈ રહી છે. મહેનત કરવા માટે ઉમર માત્ર એક આંકડો જ છે તે આ દાદીએ સાબિત કરી બતાવ્યું છે. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા હાથમાં ચોકલેટનું પેકેટ લઈને ફરી રહી છે અને ખુશી-ખુશી લોકોને મળીને ચોકલેટ  વહેંચી રહી છે. દાદીના ચહેરા પરનું સ્મિત તમારુ કાળજું ઠંડુ કરવા માટે પૂરતું છે.

સોશિયલ મીડિયા પર આ વીડિયો ટ્વીટર એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો છે અને યુઝરે લખ્યું કે,”કોઈનું જીવન આરામ છે, સંઘર્ષ કોઈના જીવનનું નામ છે. આ મહિલા અને તેના જેવા હજારો લોકો જે મહેનત કરીને બે ટાણાની રોટલી કમાઈ રહ્યા છે, બની શકે તો તેઓનો સામાન ચોક્કસ ખરીદો.લોકોએ આ વિડીયો ખુબ પસંદ કર્યો છે અને ખુબ કમેન્ટ કરી રહ્યા છે.એક યુઝરે ભાવુક થઈને લખ્યું કે,’માં તુજે સલામ’.

Krishna Patel