આ ગુલાબ જાંબુ ખાઈને તમને પણ ચઢી જશે નશો, જુઓ આ વ્યક્તિએ ગુલાબ જાંબુમાં શેના ઇન્જેક્શન ભેળવ્યા ?

ગુલાબ જાંબુનું નામ સાંભળતા જ કોઈના પણ મોઢામાં પાણી આવી જાય, અને ખાસ જે લોકો ગળ્યું ખાવાના શોખીન હોય તેવા લોકો તો ગુલાબ જાંબુ જોઈને પોતાની જાતને રોકી જ નથી શકતા અને તેના ઉપર તૂટી જ પડે છે. સોશિયલ મીડિયામાં પણ ગુલાબ જાંબુના ઘણા વીડિયોને તમે વાયરલ થતા જોયા હશે. હાલ એક એવો વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેને જોઈને તમને ખાધા વગર પણ નશો ચઢી જશે.

સોશિયલ મીડિયાની અંદર ગુલાબ જાંબુ સાથે ઘણા અખતરા કરતા પણ જોવા મળે છે. હાલ જે વીડિયો વાયરલ થઇ રહ્યો છે તેમાં પણ ગુલાબ જાંબુ સાથે એક અખતરો કરવામાં આવ્યો છે, પરંતુ આ અખતરો નશા પ્રેમીઓ માટે છે.  વીડિયોની અંદર એક વ્યક્તિ ગુલાબ જાંબુની અંદર ઓલ્ડ મંક ભેળવી રહ્યો છે.

ઘણા પહેલાના સમયથી કહેવામાં આવી રહ્યું છે કે ગળ્યાની સાથે દારૂ પીવાના કારણે નશો બે ગણો વધી જાય છે. ગુલાબ જાંબુ અને ઓલ્ડ મંકનું આ કોમ્બિનેશન પણ લોકોને ખુબ જ પસંદ આવી રહ્યું છે. સોશિયલ મીડિયામાં પણ આ કોમેબીનેશનનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. જેમાં એક વ્યક્તિ ઓલ્ડ મંકના ઇન્જેક્શન ભરી અને ગુલાબ જાંબુમાં નાખે છે.

વીડિયોની અંદર જોઈ શકાય છે કે એક વ્યક્તિએ ટ્રેમાં રાખવામાં આવેલા ગુલાબ જાંબુમાં ઓલ્ડ મંક ઈન્જેક્ટ કરતો દેખાઈ રહ્યો છે. લોકોનું કહેવું છે કે આ ખુબ જ આકર્ષક લાગી રહ્યું છે. સોશિયલ મીડિયામાં શેર કરવામાં આવેલા આ વીડિયોને અત્યાર સુધી લાખો લોકોએ પણ નિહાળી લીધો છે.

Niraj Patel