રેલવે ટ્રેક પસાર કરવા જઈ રહ્યા હતા આ વૃદ્ધ, અચાનક આવી ગઈ ટ્રેન અને પછી જે થયું તે વીડિયોમાં જોઈને તમારું પણ હૈયું કંપી ઉઠશે

માણસ જયારે એક ઉંમરનો પડાવ પાર કર્યા બાદ વૃદ્ધાવસ્થામાં પહોંચે છે ત્યારે તેમની આંખોની રોશની ઓછી થઇ જાય છે અને શરીર પણ સાથ નથી આપતું, ઘણીવાર આવા વૃદ્ધ લોકો રસ્તા ઉપર આજ કારણે કોઈ અકસ્માતનો શિકાર પણ બનતા હોય છે, હાલ આવી જ એક ઘટના સામે આવી છે જેમાં એક વૃદ્ધ વ્યક્તિ રેલવે ટ્રેક ક્રોસિંગ કરવા જતા દરમિયાન અચાનક ટ્રેન આવી જતા ભાગવા લાગે છે. અને ટ્રેનની નીચે આવી જાય છે, પરંતુ આ વૃદ્ધનુ કિસ્મત એટલું સારું હતું કે તેમનો જીવ બચી ગયો.

પ્રાપ્ત માહિતી અનુસાર મધ્ય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે કે ર્વીયવર્ણ રોજ મુંબઈના કલ્યાણ વિસ્તારમાં રેલવે ટ્રેક પાર કરવા દરમિયાન એક વૃદ્ધ વ્યક્તિએ મોતને પણ ચકમો આપી દીધો. મુંબઈ-વારાણસી ટ્રેનના ડ્રાઈવરોને એક રેલ અધિકારી દ્વારા સતર્ક કરવામાં આવતા તેમને યોગ્ય સમયે જ ઇમરજન્સી બ્રેક લગાવી. જેના કારણે વૃદ્ધનો જીવ બચી ગયો.

મીડિયા રિપોર્ટ પ્રમાણે એક વરિષ્ઠ નાગરિકને ટ્રેનની નીચેથી બહાર કાઢવાનો એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે. જે સોશિયલ મીડિયામાં પણ ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. આ ઘટના બપોરે 12.45ની છે. જયારે ટ્રેન થાણે જિલ્લાના કલ્યાણ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 4થી નીકળી. મધ્ય રેલવે દ્વારા જણાવવામાં આવ્યું કે તે સમયે ટ્રેક પાર કરી રહેલા 70 વર્ષીય હરિ શંકર ત્યાંથી નીકળ્યા અને ટ્રેનની નીચે ફસાઈ ગયા.

મુખ્ય સ્થાયી માર્ગ નિરીક્ષક સંતોષ કુમારે લોકો પાયલટ એસ કે પ્રધાન અને સહાયક લોકો પાયલટ રવિશંકરને સાવધાન કરવા માટે બૂમો પડી. ત્યારબાદ બંને લોકો પાયલટ દ્વારા ઇમરજન્સી બ્રેક લગાવી દેવામાં આવી. ત્યારબાદ વૃદ્ધને ટ્રેનની નીચેથી ખેંચીને બહાર કાઢવામાં આવ્યા.

Niraj Patel