70 વર્ષની આસપાસના આ દાદીની એનર્જી જોઈને તો કાયલ થઇ જશો, ઊંચા પુલ ઉપરથી ગંગા મૈયામાં લગાવી એવી છલાંગ કે વીડિયો થયો વાયરલ

આજે આપણે ઘણા લોકોને જોઈએ છીએ જે નાની ઉંમરમાં જ ઘરડા થઇ ગયા હોય તેમ લાગે છે. ઘણા યુવાનો પણ નાના નાના કામ કરીને ખુબ જ થાકી જતા જોવા મળે છે, ત્યારે તેમને જોઈને એમ થાય કે આ જયારે આ ઘરડા થશે ત્યારે તેમની શું હાલત થશે ? પરંતુ હાલ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે જેમાં એક 70 વર્ષની આસપાસની ઉંમરના એક દાદીની સ્ફૂર્તિ જોઈને તમે પણ કાયલ થઇ જશો.

આ વીડિયોમાં દેખાતી વૃદ્ધ મહિલાની ઉંમર 70 વર્ષની આસપાસ હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. જ્યાં લોકો તેમની યુવાનીમાં પ્રવાસ અને મુસાફરીમાં આળસ કરે છે, ત્યાં 70 વર્ષની ઉંમરે કોઈની પરવા કર્યા વિના દાદી અમ્મા નદીમાં કૂદી પડ્યા. વીડિયોમાં જોઈ શકાય છે કે વૃદ્ધ મહિલા હરિ કી પૌડીના પુલ પરથી કૂદીને ગંગા નદીમાં છલાંગ લગાવે છે.

ગંગા મૈયામાં ડૂબકી લગાવીને આ વૃદ્ધ મહિલા કિનારા સુધી આરામથી સ્વિમિંગ કરતી જોવા મળે છે. મહિલાની હિંમત ખરેખર વખાણવા લાયક છે. આ વીડિયો જોઈને દરેક લોકો દાદી અમ્માના ફેન બની રહ્યા છે. જે લોકો પોતાના સપના પૂરા કરવામાં આળસ બતાવે છે તેમને વૃદ્ધ મહિલાએ ઘણું શીખવ્યું છે. આ વીડિયોએ લોકોને એટલું જ આશ્ચર્યચકિત કર્યું છે જેટલું મનોરંજન કર્યું છે. લોકોને પોતાની આંખો પર વિશ્વાસ ન આવ્યો કે તેઓએ આટલી વૃદ્ધ મહિલાને આ પ્રકારનું સાહસ કરતી જોઈ.

આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવ્યો છે. થોડા જ કલાકોમાં 27 હજારથી વધુ લોકોએ આ વીડિયો જોયો છે. માત્ર 24 સેકન્ડના આ વીડિયોએ દાદીમાને ઘણી પ્રસિદ્ધિ અપાવી છે. એટલું જ નહીં લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યા છે. અશોક બસોયાએ સોશિયલ મીડિયા ટ્વિટર પર પોતાના એકાઉન્ટથી આ વીડિયો શેર કર્યો છે.

આ વીડિયો સાથે તેના કેપ્શનમાં તેમણે લખ્યું છે “અમ્માનો કૂદકો… હરિ કી પૌડીના પુલ પરથી ગંગા નદીમાં છલાંગ લગાવનાર વૃદ્ધ મહિલા વીડિયોમાં પુલ પરથી ગંગામાં કૂદીને આરામથી સ્વિમિંગ કરતી જોવા મળે છે. વૃદ્ધ મહિલાની ઉંમર 70 વર્ષની આસપાસ હોવાનું કહેવાય છે.”

Niraj Patel