આ જગ્યાએ પેદા થયું અજીબ દેખાતુ પ્રાણી, લોકો માની રહ્યા છે ભગવાનનો ચમત્કાર

કેટલીકવાર આ દુનિયામાં એવી ઘટનાઓ બને છે, જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે. આવી જ એક ઘટના હાલ જોવા મળી છે. એક અનોખા અને વિચિત્ર દેખાતા બકરીના બચ્ચાનો જન્મ થયો છે. લોકો તેને ચમત્કાર માની રહ્યા છે. તેના જન્મ પછી આ વિસ્તાર લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે. આ બચ્ચાને જોવા માટે લોકો દૂર-દૂરથી આવી રહ્યા છે.’મિરર’માં પ્રકાશિત અહેવાલ અનુસાર, તુર્કીના મેર્સિનમાં રહેતા ખેડૂતો હુસૈન અને એસેલ તોસુન ખેતી અને પશુપાલન કરે છે. આ લોકો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે તેમના એક વિચિત્ર દેખાતું બકરીનું બચ્ચુ જન્મ્યું.

આ કાળા રંગના બચ્ચાની ચામડી કરચલીઓ અને વાળ વિનાની છે.આ બચ્ચાના જન્મના સમાચાર ધીમે ધીમે ફેલાઈ ગયા. જ્યારે તે માત્ર 5 દિવસનો હતો ત્યારે લોકો તેની સાથે તસવીરો લેવા આવવા લાગ્યા હતા. ખેડૂત દંપતીના સંબંધી સુલેમાન ડેમીરે જણાવ્યું કે તેઓ 67 વર્ષના છે. તેમણે તેમના જીવનમાં પહેલીવાર આવું બચ્ચુ જોયું છે. આ ભગવાનનો ચમત્કાર છે. તે જ સમયે, આઈઝલ કહે છે કે તે બચ્ચાને તેની માતા પાસે ખવડાવવા માટે લઈ જાય છે.

તેને તેના પૌત્રો જેવા પોશાક પહેરાવે છે. તે તેને ઘરે લાવે છે અને જ્યારે જરૂર પડે ત્યારે તેને ખવડાવે છે. તેના શરીર પર વાળ નથી. આવું બચ્ચુ આ પહેલા ક્યારેય જોવા મળ્યું નથી.તેમણે જણાવ્યું કે જોડિયા બચ્ચાનો જન્મ થયો છે. તેમાંથી એક મૃત જન્મ્યો હતો અને બચી ગયેલો અસામાન્ય નીકળ્યો હતો, તેથી મેં વિચાર્યું કે તે પણ મરી જશે, પરંતુ એવું બન્યું નહીં.

Shah Jina