ગુજરાત સહિત દેશમાંથી ઘણીવાર એવી એવી ઘટનાઓ સામે આવે છે કે સાંભળી આપણા પણ હોંશ ઉડી જાય. હાલમાં જ મુરૈનામાં મિશનરી સ્કૂલના ફાધર (પ્રિન્સિપાલ) અને મેનેજરના રૂમમાંથી દારૂની બોટલો, મહિલાના અન્ડરગાર્મેન્ટ્સ અને વાંધાજનક સામગ્રી મળી આવી હોવાની ખબર સામે આવી.
શહેરની પ્રતિષ્ઠિત શાળાઓમાંની એક એવી આ શાળામાં ચાઈલ્ડ પ્રોટેક્શન કમિશનની ટીમ ઓચિંતી તપાસ માટે પહોંચી હતી અને પછી આ મામલો સામે આવ્યો, જે બાદ કલેક્ટરના આદેશથી શાળાને સીલ કરી દેવામાં આવી. શનિવારે મધ્યપ્રદેશ બાળ સુરક્ષા આયોગના સભ્ય નિવેદિતા શર્મા નેશનલ હાઈવે-3 પર સ્થિત મિશનરી સ્કૂલમાં નિરીક્ષણ માટે પહોંચ્યા હતા.
તેમની સાથે જિલ્લા શિક્ષણાધિકારી એ.કે.પાઠક પણ હાજર હતા. તપાસ દરમિયાન નિવેદિતા શર્માએ ફાધર અને શાળાના મેનેજરના રૂમની તપાસ કરતા બંને રૂમમાંથી અલગ-અલગ બ્રાન્ડની દારૂની 15થી વધારે બોટલો અને આપત્તિજનક વસ્તુઓ (કોન્ડમના પેકેટ) મળી આવી હતી. ટીમે તાત્કાલિક પોલીસને જાણ કરી અને પછી શાળાએ પહોંચેલી ટીમે સામાન જપ્ત કર્યો.
શાળામાંથી વાંધાજનક સામગ્રી અને દારૂની બોટલો મળી આવતા જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા કલેક્ટરને જાણ કરવામાં આવી અને પછી કલેકટરે શાળાને સીલ કરવાનો આદેશ કર્યો હતો. પોલીસે આ મામલે પણ તપાસ શરૂ કરી છે કે અહીં સ્કૂલની આડમાં શું ચાલી રહ્યું છે ? બાળ સુરક્ષાના સભ્ય નિવેદિતા શર્માએ જણાવ્યું કે ધાર્મિક પ્રચાર સામગ્રી, દારૂની બોટલો અને વાંધાજનક વસ્તુઓ મળી આવી છે.
આ મામલે ડીએમ પાસેથી યોગ્ય કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. શાળામાં એક ચર્ચ પણ છે. સમગ્ર શાળાના કેમ્પસમાં કેમેરા લગાવવામાં આવ્યા છે. જો કે, જ્યાંથી આ તમામ વસ્તુઓ મળી આવી છે તેની નજીક કોઈ કેમેરા નથી. તેમણે વધુમાં જણાવ્યું હતુ કે એક વ્યક્તિને રહેવા માટે સાત રૂમની શું જરૂર છે ? અહીં 12 બેડ છે, કિચન પણ બનેલુ છે, રૂમ લાઇબ્રેરીની બાજુમાં છે. મેનેજરનું કહેવું છે કે અહીં માત્ર તેઓ અને પ્રિન્સિપાલ જ રહે છે.
જો કે, કલેક્ટરના આદેશથી શાળાને સીલ કરવામાં આવી છે. આ અંગે આગળની કાર્યવાહી હાથ ધરી છે. મેનેજર અને પ્રિન્સિપાલના નિવેદન પણ લેવામાં આવ્યા છે. નિવેદિતા શર્માએ જણાવ્યું કે જ્યારે ચેરપર્સન સ્કૂલની કેમેસ્ટ્રી લેબમાં પહોંચી તો તેણે જોયું કે ત્યાં ધૂળ જમા થઈ ગઈ હતી, જ્યારે ફાધરે કહ્યું કે લેબમાં ત્રણ મહિના પહેલા પ્રયોગ કરવામાં આવ્યો હતો. ફાધરને પૂછતાં તેમણે કહ્યું કે ઘણા સમયથી સફાઈ થઈ નથી જેના કારણે ધૂળ જામી છે.
આ સાથે લેબના સાધનોમાં પણ કાટ લાગી ગયો હતો. ફાધરને પૂછતાં તેઓ કોઈ સંતોષકારક જવાબ આપી શક્યા ન હતા. લેબમાં ઘણા રસાયણો એક્સપાયર થઈ ગયા હતા. નિવેદિતા શર્માએ જણાવ્યું કે જ્યારે તે સ્કૂલ લાઇબ્રેરીમાં પહોંચી તો તેણે જોયું કે ગયા મહિને ત્યાં માત્ર 33 બાળકોને જ પુસ્તકો આપવામાં આવ્યા હતા. જ્યારે શાળામાં 1600 વિદ્યાર્થીઓ છે.
જ્યારે તેણે શાળાના ફાધરને આટલા ઓછા પુસ્તકોના મુદ્દે પૂછ્યું તો તે પણ તેનો યોગ્ય જવાબ આપી શક્યા નહીં. નિવેદિતા શર્માએ જણાવ્યું કે જ્યારે તેમને શાળાનું ફી માળખું ફાધર પાસેથી મળ્યું. કહ્યું કે તમે લાયબ્રેરી માટે આટલી ઉંચી ફી લો છો, પણ કોઈ સુવિધા નથી. તમારે ફી ઘટાડવી જોઈએ. તેના પર ફાધરે કહ્યું કે આ એક લઘુમતી સંસ્થા છે, તેથી અમે ફી ઘટાડી શકીએ નહીં. નિવેદિતા શર્માએ જણાવ્યું કે જ્યારે તે લાઇબ્રેરીની બાજુના રૂમમાં ગઈ તો તેણે એક મહિલાને ફાધરના કપડા પ્રેસ કરતી જોઈ. લાઇબ્રેરીમાંથી એક ગુપ્ત રસ્તો રૂમ તરફ દોરી ગયો અને પછી આખો મામલો સામે આવ્યો.