કાજોલ દીકરી ન્યાસા દેવગન સાથે પહોંચી સિદ્ધિવિનાયક મંદિર, સલવાર સૂટ પહેરી હાથમાં પૂજાની થાળી લઇ જતી જોવા મળી સ્ટારકિડ

દેસી અંદાજ જોઇ લોકોએ કહ્યું, વાહ શું સંસ્કાર છે….મમ્મી કાજોલ સાથે સલવાર સૂટમાં સિદ્ધિવિનાયક મંદિર પહોંચી ન્યાસા

બોલિવૂડ સુપરસ્ટાર અજય દેવગનની પત્ની કાજોલ હાલમાં જ સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. જ્યાં અભિનેત્રીએ તેની પુત્રી ન્યાસા દેવગન સાથે ગણપતિ બપ્પાના દર્શન કર્યા હતા. કાજોલ અને તેની પુત્રી ન્યાસાની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર સામે આવી છે. જ્યાં વહેલી સવારે માતા-પુત્રી સલવાર સૂટમાં બપ્પાના દર્શન કરવા પહોંચ્યા હતા. રવિવારે સિદ્ધિવિનાયક મંદિર પહોંચેલી કાજોલની દીકરી ન્યાસાએ પોતાના દેસી લુકથી લોકોનું ધ્યાન ખેંચ્યું હતું.

ન્યાસાની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યા છે. અજય દેવગનની દીકરી ન્યાસા સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તાજેતરમાં જ ન્યાસાની ન્યૂ યર પાર્ટીની તસવીરો વાયરલ થઈ હતી. ન્યાસા દેવગનના ગ્લેમરસ લુકની પણ સ્ટાર કિડ્સમાં ખૂબ ચર્ચા થાય છે. જો કે, જ્યારે ન્યાસા મંદિર પહોંચી ત્યારે તેણે તેના સંસ્કારી અવતારથી બધાને ચોંકાવી દીધા હતા.

સફેદ સલવાર-સૂટ પહેરીને ન્યાસા મમ્મી કાજોલ સાથે સિદ્ધિવિનાયક મંદિર પહોંચી હતી. કેટલાક યુઝર્સ ન્યાસાને તેના ડ્રેસિંગ માટે ટ્રોલ કરી રહ્યા છે. સોશિયલ મીડિયા યુઝર્સ ન્યાસા અવાર નવાર તેના બોલ્ડ લુકને લઇને ચર્ચામાં મળે છે. ત્યારે સલવાર સૂટમાં ન્યાસાની તસવીરો અને વીડિયો સામે આવ્યા બાદ કેટલાક ટ્રોલર્સ તેને ટ્રોલ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “ક્યા લડકી હૈ યાર યે.. અબ ફુલ કપડો મેં.. ક્યૂં ?”

અન્ય એક યુઝરે કહ્યું, “પાર્ટીઓમાં નશામાં ધૂત ફોટા અને વિડિયોના કારણે છેલ્લા કેટલાક દિવસોથી ખૂબ જ ખરાબ પ્રચાર થઈ રહ્યો હતો અને માતા-પિતાને ખબર પડશે, તો તેઓએ થોડો પીઆર સ્ટંટ કરવો પડશે ને છબીને સુધારવા માટે..” અન્ય યુઝરે લખ્યું, “Poo બન્ની પાર્વતી!”. એકે તો એવું લખ્યુ કે, ન્યાસાના નવા વર્ષની પાર્ટીના ફોટા પછી એવું લાગે છે કે કાજોલ નથી ઈચ્છતી કે Orry તેની સાથે રહે.

કારણ કે તેનાથી દેવગન પરિવારની છબી ખરાબ થશે.” અન્ય યુઝરે કોમેન્ટ કરી, ‘ચહેરો જોઈને લાગે છે કે આખા કપડા પસંદ નથી આવ્યા.’ જોકે ઘણા યુઝર્સ વખાણ કરતા પણ જોવા મળ્યા હતા. જણાવી દઇએ કે, ન્યાસા સિંગાપોરમાં અભ્યાસ કરતી હતી અને ચાહકોને આશા છે કે કાજોલની પુત્રી ટૂંક સમયમાં બોલિવૂડમાં પગ મૂકશે.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina