અભિનેતા અજય દેવગન અને કાજોલની ફિલ્મ ‘તાનાજી: દ અનસંગ વૉરિયર’ શુક્રવારે એટલે કે આજે 10-જાન્યુઆરીના રોજ રિલીઝ થઇ ચુકી છે. જણાવી દઈએ કે આ ફિલ્મ અજય દેવગનની 100 મી ફિલ્મ છે. એવામાં ગુરુવારના રોજ ફિલ્મની ખાસ સ્ક્રીનિંગ રાખવામાં આવી હતી.

આ સ્ક્રિનિંગમાં કાજોલ પોતાના દીકરા સાથે આવી પહોંચી હતી જ્યારે તેની લાડલી દીકરી ન્યાસા દેવગન થોડા સમય પછી એકલી જ આવી હતી. ન્યાસાની એન્ટ્રી થતા જ બધાની નજરો તેના પર જ અટકી ગઈ હતી. આ ખાસ મૌકા પર ન્યાસાએ પોલ્કા ડોટ ડ્રેસ પહેરી રાખ્યો હતો જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી હતી.

ન્યાસાના આવા અવતારને દર્શકો દ્વારા ખુબ પસંદ કરવામાં આવી રહ્યો છે. ન્યાસા એકદમ પોતાની માં કાજોલ જેવી જ દેખાઈ રહી હતી. પોતાના મમ્મી-પપ્પાની આ ફિલ્મને લઈને ન્યાસાના ચેહરા પર ભારે ઉત્સાહ દેખાઈ રહ્યો છે.

જણાવી દઈએ કે આ ફિલ્મ દ્વારા અજય કાજોલની જોડી 11 વર્ષ પછી એકસાથે ફિલ્મમાં જોવા મળી રહી છે. તેની પહેલા બંન્ને ફિલ્મ ‘યુ મી ઔર હમ’માં એકસાથે જોવા મળ્યા હતા.

એક ઇન્ટરવ્યૂમાં અજયે એ જણાવ્યું હતું કે તેના પહેલા તો કોઈ અંદાજો જ નહતો કે તેની આ 100 મી ફિલ્મ છે. અડધાથી વધારે ફિલ્મની શૂટિંગ થયા પછી તેને જાણ થઇ કે તેની આ 100 મી ફિલ્મ છે, જેના પછી ફિલ્મને લઈને તેનો ઉત્સાહ વધારે થઇ ગયો હતો.

આ સિવાય અન્ય એક ઇન્ટરવ્યૂમાં કાજોલે અજય સાથેની પહેલી મુલાકાત વિશેનો પણ ખુલાસો કર્યો હતો. કાજોલે કહ્યું કે તેઓ પહેલી વાર ફિલ્મ ‘હલચલ’ના સેટ પર મળ્યા હતા. કાજોલે એ પણ કહ્યું કે અમે બંન્નેએ એકબીજાને ક્યારેય પ્રપોઝ નથી કર્યું, છતાં પણ આજે એકબીજાની સાથે છીએ.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો,આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ