મનોરંજન

બોલીવુડમાં આવ્યા હતા ખરાબ સમાચાર: શૂટિંગ દરમ્યાન અક્ષય કુમારની હિરોઈન નુસરતને આવ્યો હતો અટેક અને

શૂટિંગ દરમ્યાન અક્ષય કુમારની દિગ્ગજ અભિનેત્રીને અટેક અને ફેન્સમાં રાડો પડી ગઈ હતી

‘પ્યાર કા પંચનામા’ અને ‘સોનુ કી ટીટૂ કી સ્વીટી’ ફેમ અભિનેત્રી નુસરત ભરુચાને શૂટિંગ દરમ્યાન અચાનક તબિયત બગડી ગઈ હતી જેના લીધે નુસરતને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

નુસરત ભરુચાની તબિયત  છેલ્લા ઘણા સમયથી સારી હતી નહિ ત્યારબાદ પણ નુસરત શૂટિંગ કરી રહી હતી. તે દરમ્યાન તેની તબિયત અચાનક એટલી બધી બગડી ગઈ હતી કે તેને મુંબઈના હિન્દુજા હોસ્પિટલમાં દાખલ કરવી પડી હતી. જોકે અત્યારે તેને હોસ્પિટલ માંથી ડિસ્ચાર્જ આપી દેવામાં આવ્યો છે અને ઘરે આરામ કરી રહી છે.

જણાવી દઈએ કે નુસરત ભરુચા આ દિવસોમાં લવ રંજનની આવવા વાળી ફિલ્મની શૂટિંગ કરી રહી હતી. નુસરતે 23-24 દિવસનું શૂટિંગ શેડ્યુલ પણ પૂરું કરી દીધું હતું. પરંતુ નુસરત આ વિશે અત્યારે કોઈને જાણવા માંગતી હતી નહિ. તે ઇચ્છતી હતી કે લવ રંજન જાતે આ ફિલ્મ માટે એલાન કરે. અત્યારે અચાનક તબિયત બગડવાના કારણે ફિલ્મની શૂટિંગ રોકવી પડી હતી.

નુસરત ભરુચાએ એક મીડિયા ચેનલથી ખાસ વાતચીતમાં કહ્યું હતું કે, ‘ડોક્ટર્સએ કહ્યું છે કે આ એક વર્ટિગો અટેક છે. આ અટેક વધારે તણાવથી થઇ શકે છે. વધારે તણાવના કારણે ચક્કર આવી ગયા હતા. કોરોના મહામારીએ લોકોને શારીરિક જ નહિ પરંતુ માનસિક રૂપથી પણ હેરાન થઇ રહ્યા છે.

મેં વિચાર્યું હતું કે એક-બે દિવસમાં સારું થઇ જશે પરંતુ મારી તબિયત વધારે ખરાબ થઇ ગઈ હતી. હોસ્પિટલ પહોંચતા પહેલા જ વધારે બગડી ગઈ હતી. મારુ બ્લડ પ્રેશર પણ ખુબ જ ઓછું થઇ ગયું હતું. અત્યારે હું ઘરે દવાઓ લઇ રહી છુ. મેં 7 દિવસની છુટ્ટી લીધી છે.

આ ખબરને સાંભળ્યા પછી તેમના ચાહકો પરેશાન થઇ ગયા હતા અને તે લોકો અભિનેત્રીને જલ્દી પહેલા જેવા સારા થઇ જાય તેના માટે પ્રાર્થના કરી રહ્યા છે. નુસરત ભરુચાની આવવા વાળી ફિલ્મની વાત કરીએ તો ફિલ્મ ‘છોરી’, ‘હુડદંગ’, અને ‘જનહિત મે જારી’માં નજર આવશે.

પંચનામા ગર્લથી જાણીતી બોલીવુડની જાણીતી એક્ટ્રેસ નુસરત ભરૂચ સોશિયલ મીડિયામાં ઘણી એક્ટિવ છે. નુસરત ભરૂચા તેની તસ્વીર અને વિડીયો ફેન્સ સાથે શેર કરતી રહે છે. નુસરત તેના બોલ્ડ તસ્વીરને કારણે ચર્ચામાં રહે છે.

નુસરત તેના હોટ લુકની તસ્વીર સોશિયલ મીડિયામાં શેર કરતી રહે છે. હાલમાં જ નુસરતે એવી તસ્વીર શેર કરી છે જેના કારણે એ ચર્ચાનો વિષય બની છે. ફિલ્મ ફેયર એવોર્ડ્સ 2020ના નોમિનેશન માટે ફિલ્મ એક્ટ્રેસ નુસરત ભરૂચાએ યુસુફ અકબર અને ઓહ બોયની ડિઝાઇન કરેલું લીલા કલરનું થાઈ હૈ સ્લીટ ગાઉન પહેર્યું હતું.

આ વન શોલ્ડર ગાઉનમાં નુસરત ઘણી ખુબસુરત લાગી રહી છે. નુસરતની આ અલ્ટ્રા થાઈ સ્લીટ ગાઉનમાં અપર થાઈ પર બનેલું ટેટુ પણ નજરે આવી રહ્યું છે. નુસરત ભરૂચાએ 2006માં આવેલી ફિલ્મ ‘જય માં સંતોષી’થી ડેબ્યુ કર્યું હતું.

આ ફિલ્મમાં નુસરત ભરૂચાનો ‘ગર્લ નેક્સ્ટ ડોર’ના અવતારને ઘણો પસંદ કરવામાં આવ્યો હતો. નુસરત ભરૂચાએ 2011માં આવેલી ફિલ્મ ‘પ્યાર કા પંચનામા’થી કરિયરમાં ટર્નિંગ પોઇન્ટ આવ્યો હતો.આ સુપરહિટ ફિલ્મ બાદ નુસરતે પાછળ ફરીને જોયું ના હતું.

૨૦૧૮ માં રિલીઝ થયેલી સોનુ કે ટિટુ કી સ્વીટીમાં ડાયરેક્ટરે ફીમેલ લીડ તરીકે નુસરત ભરુચાને તક આપી હતી, હવે એણે ડ્રીમ ગર્લમાં આયુષમાન ખુરાનાની હીરોઈન બનાવી છે. રાજ શાંડલ્ય આ ફિલ્મથી ડિરેક્ટર તરીકે ડેબ્યુ કર્યું છે

અને છબરડાઓથી ભરપૂર આ કોમેડી ફિલ્મ સ્વીકારતા પહેલા નુસરતે ઝાઝો વિચાર નહોતો કર્યો. હકીકતમાં ‘ડ્રીમ ગર્લ’ માં ડ્રીમગર્લ આયુષમાન ખુરાના છે, નુસરત નહિ.