ખબર

હવે માસ્ક ના પહેરવા પર ભરવો પડશે આટલો દંડ, મુખ્યમંત્રીએ કરી જાહેરાત

કોરોનાના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં કોરોનાથી સંક્રમિત લોકોનો આંકડો 72 હજાર સુધી પહોંચવા આવ્યો છે. આ વચ્ચ ગુજરાત સરકાર દ્વારા કોરોનાના કહેરને રોકવા માટે અગત્યના પગલાં લેવામાં આવ્યા છે.

Image Source

ગુજરાત સરકાર દ્વારા માસ્ક ના પહેરવા પર દંડની રકમ 500થી વધારીને 1 હજાર કરી દેવામાં આવી છે. હાઇકોર્ટની ટકોર બાદ રાજ્ય સરકારે આ પગલું ભર્યું છે. આ નિયમ આવતીકાલથી જ લાગુ કરવામાં આવશે. હાલ તહેવાર આવી રહ્યા હોય સંક્ર્મણની શક્યતા વધુ હોય આ પગલું ભર્યું છે.

નોંધનીય છે કે, કેટલાક સમયથી કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે. ગઈ કાલે ગુજરાતમાં 1078 કેસ નોંધાયા હતા.

Image source

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.