નાસ્ત્રેદમસની ત્રીજા વિશ્વ યુદ્ધ અંગે ડરામણી ભવિષ્યવાણી, 7 મહિના ચાલશે યુદ્ધ

યુક્રેન અને રશિયા વચ્ચે છેલ્લા એક મહિના કરતા વધુ સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. બન્ને દેશોમાંથી કોઈપણ હથિયાર હેઠા મેલવા તૈયાર નથી. રશિયાના હુમલા બાદ અમેરિકા અને યૂરોપિય દેશો યુક્રેનની મદદે આવી રહ્યા છે, તેમને હથિયારો અને અન્ય જરૂરી સામગ્રી આપી રહ્યા છે. જેનાથી રશિયાના રાષ્ટ્રપતિ પુતિન ગુસ્સે ભરાયા છે અને ધમકી આપી છે કે જે કોઈ યુક્રેનને મદદ કરશે તેમણે પરિણામ ભોગવવું પડશે. રશિયા ચીન પાસે મદદ માગી રહ્યું છે. હવે બધાની વચ્ચે દુનિયા બે ભાગોમાં વહેચાઈ ગઈ છે. તેથી ત્રીજા વિશ્વ યુદ્ધનો ખતરો મંડરાતો જોવા મળી રહ્યો છે.

તો બીજી તરફ ફ્રાન્સના જાણીતા ભવિષ્યવેતા માઈકલ ધી નાસ્ત્રેદમસ દ્વારા કરવામાં આવેલી ભવિષ્યવાણીએ ત્રીજા વિશ્વ યુદ્ધની આશંકાને વધારી દીધી છે. નાસ્ત્રેદમસની ભવિષ્યવાણી પ્રમાણે આવતા વર્ષે દુનિયામાં ત્રીજુ વિશ્વ યુદ્ધ શરૂ થઈ શકે છે.

નોંધનિય છે કે નાસ્ત્રેદમસે પોતાના પુસ્તકમાં હજારો ભવિષ્યવાણી લખી હતી. તેમણે પોતાના પુસ્તકમાં વિશ્વમાં આવનારી તબાહી અંગે પણ વર્ણન કર્યું હતું. તેમની ભવિષ્યવાણી પર લોકો વિશ્વાસ પણ છે કારણ કે તેમણે કરેલી 70 ટકા ભવિષ્યવાણી સાચી પડી છે. નાસ્ત્રેદમસે ત્રીજા વિશ્વયુદ્ધ સિવાય 2022ના વર્ષને લઈને પણ ભવિષ્યવાણી કરી હતી. તેમા તેમણે આ વર્ષે તબાહીના સંકેત આપ્યા હતા.

એક મીડિયા રિપોર્ટ પ્રમાણે નાસ્ત્રેદમસનો જન્મ 16મી સદીમાં થયો હતો. તેમણે તે સમયે ભવિષ્યમાં થનારી અનેક ઘટનાઓ અંગે ભવિષ્યવાણી કરી હતી. એવું કહેવાય છે કે તેમણે કરેલી ભવિષ્યવાણીમાં રશિયા અને યુક્રેનનું યુદ્ધ પણ સામેલ છે, જે હાલમાં ચાલી રહ્યું છે. નાસ્ત્રેદમસે એવી પણ ભવિષ્યવાણી કરી હતી કે રશિયા અને યુક્રેનનું યુદ્ધ તો સમાપ્ત થઈ જશે પરંતુ બીજા દેશો વચ્ચે મતભેદો અંદરો અંદર વધતા જશે. જેના કારણે યુરોપમાં 2022માં યુદ્ધની શરૂઆત થશે. સ્પષ્ટ રીતે આ ત્રીજુ વિશ્વ યુદ્ધ હશે.

તેમણે પોતાની ભવિષ્યવાણીમાં કહ્યું હતું કે, ત્રીજુ વિશ્વ યુદ્ધ સાત મહિના ચાલશે. તેમા લાખો લોકોના જીવ જશે. આ યુદ્ધમાં કેટલાય દેશનું અસ્તિત્વ સમાપ્ત થઈ જશે. આ યુદ્ધમાંથી જે લોકો બચી જશે તેઓ નવા પ્રકારે જીવનની શરૂઆત કરશે. નાસ્ત્રેદમસનું મોત 450 વર્ષ પહેલા થયું હતું. તેમણે અંદાજે 6338 ભવિષ્યવાણી કરી હતી જેમાથી 70 ટકા સાચી પડી છે. તેમણે કોરોના અંગે પણ ભવિષ્યવાણી કરી હતી.

YC