લહેંગા-ચોલીમાં નોરા ફતેહીએ કરાવ્યુ ગજબનું ફોટોશૂટ, સૂતા સૂતા આપ્યા એવા એવા પોઝ કે શરમ આવી જશે

લાંબા લાંબા ખુબસુરત વાળને લહેરાવતા નોરા ફતેહીએ દિલો પર ચલાવ્યા તીર, તસવીરો જોઈને કહેશો થોડીક સભ્યતા રાખો

બોલિવુડની ડાંસિંગ ક્વીન નોરી ફતેહી અવાર નવાર ચર્ચામાં રહે છે. તે તેની ફેશન સેંસના કારણે અને તેના ધમાકેદાર ડાંસને કારણે સતત છવાયેલી રહેતી હોય છે. નોરા ઘણીવાર તેના ફોટોશૂટને કારણે પણ ચર્ચામાં રહેતી હોય છે. નોરા અવાર નવાર અલગ અલગ ફોટોશૂટ કરાવતી રહે છે, જેમાં તે ખૂબ જ ગોર્જિયસ અને બોલ્ડ લાગે છે.  નોરા અવાર નવાર તેની તસવીરો શેર કરી ચાહકોના દિલ પર તીર ચલાવતી રહે છે. નોરા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને ઘણીવાર તેના ફોટોશૂટની ઝલક અને તેના વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરતી રહે છે.

ડાન્સર અને બ્યુટી ક્વીન નોરા ફતેહીએ હાલમાં જ એક ફોટોશૂટ કરાવ્યું છે જેની તસવીરો ઈન્સ્ટાગ્રામ પર સામે આવી છે. નોરા ફતેહીની આ સિઝલિંગ સ્ટાઈલ સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. સામે આવેલી આ તસવીરોમાં તમે જોઈ શકો છો કે નોરા ફતેહી સૂઇ મનમોહક પોઝ આપતી જોવા મળી રહી છે. હેવી લહેંગા ચોલી પહેરેલી નોરા ફતેહી ફોટામાં તેના લાંબા વાળ લહેરાવતી જોવા મળે છે. નોરા ફતેહીએ ડાર્ક મેકઅપ અને ડાયમંડ ચોકર નેકલેસ સાથે પોતાનો લુક કમ્પ્લીટ કર્યો હતો.

નોરા ફતેહીની આ સ્ટાઈલ અબુ જાની સંદીપ ખોસલાના આઉટફિટમાં ધૂમ મચાવી રહી છે. જણાવી દઈએ કે નોરા ફતેહીએ ભૂતકાળમાં અબુ જાની સંદીપ ખોસલાની સુંદર સાડીમાં ફોટોશૂટ કરાવ્યું હતું. તમને જણાવી દઈએ કે નોરા ફતેહીનો આ સાડી લૂક ચાહકોને ખૂબ જ પસંદ આવ્યો હતો અને તે જોરદાર વાયરલ પણ થયો હતો.

 

View this post on Instagram

 

A post shared by Joseph Radhik (@josephradhik)

તમને જણાવી દઈએ કે આ દિવસોમાં નોરા ફતેહી તેના મ્યુઝિક વિડિયો ‘ડાન્સ મેરી રાની’ને લઇને સોશિયલ મીડિયા પર છવાયેલી છે. નોરા ફતેહી તેના તમામ ડાન્સ વીડિયો તેમજ તેની ફેશન સેન્સ માટે હેડલાઇન્સમાં રહે છે. નોરાની તમામ તસવીરો જોસેફ રાધિક અને અબુ જાની સંદીપ ખોસલાના ઈન્સ્ટાગ્રામ પરથી લેવામાં આવી છે.

 

View this post on Instagram

 

A post shared by Norafatehifeeds (@norafatehii._)

પોતાની ખૂબ જ સરસ એક્ટિંગ અને જબરદસ્ત ડાંસ મૂવ્સ ઉપરાંત અભિનેત્રી તેના શાનદાર ફિગર માટે પણ જાણિતી છે. તમને જણાવી દઇએ કે, નોરા ફતેહીએ બિગબોસથી તેના કરિયરની શરૂઆત કરી હતી. તે બાદ તેણે ઘણા સુપરહિટ ગીતોમાં કામ કર્યુ. બોલિવુડમાં દિલબર, ગર્મી જેવા આઇટમ નંબર કરી નોરાએ ઘણી ઓળખ મેળવી છે.

Shah Jina