વિદેશી ડાન્સર નોરા દેશી સાડીમાં જુઓ કેવી બોલ્ડ લાગી રહી છે, બ્લાઉઝ તો એવું પહેર્યું કે ઉફ્ફ્ફ્ફ, ગરમી ચડી જશે

નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચામાં રહે છે. તેની તસવીરો આવતાની સાથે જ વાયરલ થઈ જાય છે. નોરા ફતેહી તેના ફેન્સ માટે ઈન્સ્ટાગ્રામ પર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે. નોરાની તસવીરો એટલી બોલ્ડ હોય છે કે જેને જોયા બાદ ફેન્સ દિલ હારી બેસે છે. આ દરમિયાન નોરા ડાન્સ રિયાલિટી શો ‘ઝલક દિખલા જા 10’ના શૂટિંગમાં વ્યસ્ત છે. તે આ રિયાલિટી શોમાં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે.

હાલમાં જ કેટલાક દિવસ પહેલા તેને અને માધુરીને સાડી લુકમાં સ્પોટ કરવામાં આવી હતી, જે બાદ બંનેની તસવીરો તો સોશિયલ મીડિયા પર છવાઇ ગઇ હતી. માધુરી દીક્ષિત 55 વર્ષની ઉંમરે પણ તેના લુકમાં ધમાલ મચાવતી જોવા મળી હતી. તેનો લુક આજે પણ ફેશન પ્રેમીઓ માટે પ્રેરણારૂપ છે. માધુરી દીક્ષિત ‘ઝલક દિખલા જા 10’ના સેટ પર જોવા મળી ત્યારે તેના સાડી લુકે લાઇમલાઇટ લૂંટી લીધી હતી. માધુરીને ટક્કર આપવા માટે નોરા ફતેહી પણ ‘ઝલક દિખલા જા’ના સેટ પર સાડી પહેરી આવી હતી.

નોરાનો સાડીનો લુક પણ અદ્ભુત હતો. હવે આ બંનેના લુકમાંથી તમને કોનો લુક વધુ પસંદ આવ્યો એ તો તમે જ જણાવી શકો. માધુરી દીક્ષિતે રેડ અને વ્હાઇટ પોલ્કા ડોટ સાડી પહેરી હતી. આ સાડીમાં અભિનેત્રી અદભૂત લાગી રહી હતી. ત્યાં, અભિનેત્રીએ ગોલ્ડન પફ્ડ સ્લીવ્સ સાથેનું બ્લાઉઝ પહેર્યો હતો. માધુરી દીક્ષિતનો આ લુક ચોક્કસપણે ચાહકોને ઘણો પસંદ આવ્યો હતો. નોરાના લુકની વાત કરીએ તો, નોરાએ પિચ સાડી સાથે ડીપનેક બ્લાઉઝ પહેર્યો હતો, જેની ડિઝાઈન ચાહકોને દિવાના બનાવી રહી હતી.

નોરા ફતેહી આ તસવીરમાં અલગ અલગ પોઝ પણ આપ્યા હતા. બંને અભિનેત્રીઓએ ઝલકના સેટની બહાર ફોટોગ્રાફર્સ માટે પોઝ આપ્યા હતા. માધુરી અને નોરાની તસવીરો સોશિયલ મીડિયા પર ઘણી વાયરલ પણ થઈ હતી. બંને એક્ટ્રેસનો લુક એકબીજાથી એકદમ અલગ હતો. માધુરી-નોરા રેટ્રો લુકમાં એકબીજાને કોમ્પિટિશન આપતા જોવા મળ્યા હતા. જો કે, માધુરી દીક્ષિતનો લુક કેટલાક યુઝર્સને બદલાયેલો લાગ્યો અને તેને કારણે કેટલાક લોકોએ તેને ટ્રોલ પણ કરી હતી.

વીડિયો જોઈને નેટીઝન્સે પૂછ્યુ કે, શું માધુરીએ ચહેરાની સર્જરી કરાવી છે ? એક યુઝરે લખ્યું, ‘બહુ વધુ બોટોક્સ.’ અન્ય એક યુઝરે લખ્યું, ‘તેણે ચહેરા પર સર્જરી કરાવી છે કે શું ? આ ઉપરાંત અન્ય એક યુઝરે લખ્યુ- ચહેરો એકદમ બદલાયેલો દેખાય છે. જો કે કેટલાક યુઝર્સ માધુરી દીક્ષિતના વખાણ કરતા પણ જોવા મળ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

એક યુઝરે કહ્યું, ‘તે સર્જરી નથી, મેકઅપની અસર છે.’ જો કે, યુઝર્સ પહેલાથી જ અભિનેત્રીને હોઠની સર્જરી વિશે પ્રશ્ન કરી ચૂક્યા છે. ગયા મહિને જ્યારે તે ‘ઝલક દિખલા જા 10’ના પ્રોમો શૂટ માટે પેપરાજીની સામે આવી ત્યારે યુઝર્સે આવી જ કોમેન્ટ કરી હતી.

 

View this post on Instagram

 

A post shared by Instant Bollywood (@instantbollywood)

Shah Jina