ભારતીય સંસ્કારી દેશી લુકમાં નોરા ફતેહીએ બતાવી હુસ્નની એવી અદાઓ કે, તસવીરો સામે આવતા જ હંગામો મચી ગયો

ઘૂંઘટની આડમાં દિલબરની રાહ જોઇ રહી છે નોરા ફતેહી, તસવીરોમાં જોવા મળ્યો અભિનેત્રીનો દેસી લુક

જ્યારે પણ બોલિવૂડ અભિનેત્રી નોરા ફતેહીનો ઉલ્લેખ કરવામાં આવે છે, ત્યારે ગ્લેમરસ, હિટ અને ફિટ જેવા શબ્દો લોકોના મગજમાં પહેલા આવતા હોય છે. કારણ કે તેના જબરદસ્ત ડાન્સ મૂવ્સ સિવાય અભિનેત્રી તેના બોલ્ડ અવતાર માટે પણ જાણીતી છે. હા, એ અલગ વાત છે કે નોરા પોતાને ‘હૃદયથી ભારતીય’ માને છે. એટલા માટે પરંપરાગત ભારતીય પોશાકમાં એક અલગ લેવલનો એલિગેંસ જોવા મળે છે. એક્ટ્રેસનો આવો જ લુક ફરીથી જોવા મળ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Nora Fatehi (@norafatehi)

લેટેસ્ટ તસવીરોમાં નોરા લહેંગામાં ગ્લેમરસ પોઝ આપતી જોવા મળે છે. તસવીરોમાં દુપટ્ટાનો ઉપયોગ પ્રોપ તરીકે કરવામાં આવ્યો છે. નોરાના લહેંગા-ચોલીમાં આ સુંદર સ્ટાઈલ જોઈને ચાહકોનું દિલ ખુશ થઈ ગયું છે. અભિનેત્રી નોરાની લેટેસ્ટ તસવીરોને નેટીઝન્સ પણ ખૂબ પસંદ કરી રહ્યા છે. નોરા ફતેહી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને સતત પોતાના ફોટો અને વીડિયો શેર કરતી રહે છે. નોરા ફતેહીની આ સ્ટાઇલ ચાહકોને પસંદ આવી રહી છે. નોરા ફતેહીને તેના ઇન્ડિયન લુક માટે ઘણો પ્રેમ અને પ્રશંસા મળી રહી છે.

નોરા ફતેહીએ તેના તાજેતરના ફોટોશૂટમાં મોનિશા જયસિંહ દ્વારા ડિઝાઇન કરાયેલ અદભૂત લાલ લહેંગો પહેર્યો હતો. ઇન્ડિયન લુકને કમ્પલીટ કરવા માટે નોરા ફતેહીએ રૂપા વોહરાના કલેક્શનમાંથી જ્વેલરી પસંદ કરી હતી. નોરા ફતેહીએ તેના ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર કૅપ્શન તરીકે કેટલીક લાઇન લખી હતી. તેણે લખ્યું, જાદુ હે યા કોઇ ખુદા કી માયા હે તારો કી મહેફિલ મેં હાય ચાંદ આયા હે તારો કી મહેફિલમાં હાય ચાંદ આયા હે…

આ ફોટોશૂટમાં અભિનેત્રી નોરા ફતેહી ઘૂંઘટમાં છુપાયેલી જોવા મળી રહી છે. તે આ લુકમાં ખૂબ જ સુંદર લાગી રહી છે. નોરા ફતેહીનો આ લુક હાલ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. નોરા ફતેહી આ પહેલા પણ ઘણી વખત પોતાના ફોટોશૂટ દ્વારા ફેન્સને ચોંકાવ્યા છે. જોકે, આ વખતે નોરા ફતેહીના આ ફોટોશૂટની વાત અલગ છે.

નોરાએ પોતાને માટે પસંદ કરેલા ચમકદાર કલર-કોમ્બિનેશન લેહેંગાને ગોલ્ડન ગ્લાસ બીડ્સથી બનાવેલા બ્લાઉઝ સાથે જોડી દેવામાં આવ્યું હતું, જે વજનમાં ભારે હોવા છતાં, સમગ્ર દેખાવની શૈલીમાં જબરદસ્ત રીતે ઉમેરાઈ ગયું હતું.

આ સુંદર પીસ સાથે નોરાએ તેના મેકઅપનું પણ ખાસ ધ્યાન રાખ્યું હતું. અભિનેત્રીએ ઘણો સરસ મેકઅપ કર્યો, જેની સાથે તેણીએ તેની આંખોને ડ્રામેટિક ટચ આપ્યો. તેણે આ દરમિયાન વાળ ખુલ્લા રાખ્યા હતા.

નોરાના બ્લાઉઝમાં લો-કટ નેકલાઇન હતી. સ્લીવ્ઝ અડધી રાખવામાં આવી હતી, જેમાં પાછળના ભાગમાં ડીપ ડિટેઇલિંગ એડ કરવામાં આવી હતી. આ સેટમાં સ્કર્ટના ભાગથી લઈને બસ્ટિયર પેટર્ન સુધી, નોરાના ફ્લેટ એબ્સ સારી રીતે દેખાતા હતા.

સોશિયલ મીડિયા પર નોરા ફતેહીના લાખો ચાહકો છે, જેઓ તેની તસવીરો પર પ્રેમ કરતા અને કોમેન્ટ કરતા જોવા મળે છે. નોરા ફતેહી તેના લુક, ડાન્સ, ડ્રેસિંગ સેન્સ અને બોલ્ડનેસ માટે જાણીતી છે.

Shah Jina