મનોરંજન

અનેક અભિનેત્રીઓને સુંદરતામાં માત આપે છે નોરા ફતેહી, 7 તસ્વીરો જોઈને ચાહકો ઉત્તેજિત થઇ ગયા

બોલીવુડની અભિનેત્રીઓ નોરાની સામે ‘ફેલ’ છે…આના જેવું તો કોઈનું ફિગર નહિ હોય- જુઓ PHOTOS

બોલીવુડની ડાન્સિંગ ક્વીન તરીકે ઓળખાતી ડાન્સર અને અભિનેત્રી એવી નોરા ફતેહી આજે ખુબ ફેમસ બની ચુકી છે. 6-ફેબ્રુઆરી 1992ના રોજ કેનેડામાં જન્મેલી નોરાનું અસલી નામ ‘નૂરા ફથી’ છે.

Image Source

નોરા સોશિયલ સાઇટ્સ પર ખુબ સક્રિય રહે છે અને પોતાની દમદાર તસવીરો શેર કરતી રહે છે. નોરાના ડાન્સ મૂવ્સ પણ ચાહકોને ખુબ પસંદ આવે છે. નોરા રિયાલિટી શો ‘ઝલક દિખલાજા’નો હિસ્સો પણ રહી ચુકી છે

અને બિગ બોસની કન્સેસ્ટન્ટ પણ રહી ચુકી છે. જો કે તેને અસલી ઓળખ ‘દિલબર દિલબર’ ગીત દ્વારા મળી હતી. નોરા પોતાનો અભ્યાસ વચ્ચે જ છોડીને પોતાની કારકિર્દી બનાવવામાં લાગી ગઈ હતી. આ મુકામ સુધી પહોંચવામાં નોરાને ભારે સંઘર્ષ કરવો પડ્યો હતો.

બોલીવુડમાં આવતા પહેલા નોરા બાર, માર્કેટિંગ ઓફિસ, રેસ્ટોરેન્ટ વગેરેમાં પણ કામ કરી ચુકી છે. આ સિવાય તેણે લગ્ન કે પાર્ટીઓમાં ડાન્સ કરીને પણ ગુજરાન ચલાવવું પડ્યું હતું.

નોરા લોટરીની ટિકિટ પણ વહેંચતી હતી. નોરાના ઘરની આર્થિક સ્થિત ખુબ નબળી હોવાને લીધે તેણે માત્ર 16 વર્ષની ઉંમરથી જ કામ કરવાનું શરૂ કરી દીધુ હતું.

Image Source

આગળ જતા જતા નોરાએ ઇન્ટરનેટ વીડિયો દ્વારા ડાન્સ શીખ્યો અને મોડેલિંગ પણ કરવાનું શરૂ કરી દીધું. અને ધીમે ધીમે તેણે બોલીવુડમાં પણ એન્ટ્રી લઇ લીધી અને આજે નોરા જગજાહેર છે.

Image Source

નોરાએ વર્ષ 2014 માં રૉર:ધ ટાઇગર્સ ઓફ સુંદરબંસ દ્વારા બોલિવુડમાં એન્ટ્રી લીધી હતી. ફિલ્મમાં અભિનવ શુક્લા મુખ્ય કિરદારમાં હતા. જો કે આ ફિલ્મમાં નોરાનો ખુબ જ નાનો રોલ હતો, જેને લીધે તે કોઈની નજરોમાં આવી ન હતી.

Image Source

નોરા અવાર-નવાર બોલ્ડ ફોટોશૂટ કરાવતી રહે છે અને સોશિયલ મીડિયા પર શેર કરે છે. તેની તસવીરો સામે આવતા જ વાયરલ થઇ જાય છે.

Image Source

આ તસવીરમાં નોરાએ બ્લેક ડ્રેસ પહેરી રાખ્યો છે જેમાં તે કાતિલાના પોઝ આપી રહી છે. જ્યારે અન્ય એક તસવીરમાં નોરાએ લાઈટ મેકઅપની સાથે વાળને ખુલ્લા રાખ્યા છે જેમાં તે ખુબ જ સુંદર લાગી રહી છે.

આ તસવીર નોરાના વેકેશનની છે જેમાં તે બીચ પર મસ્તી કરતી દેખાઈ રહી છે. વ્હાઇટ અને બ્લુ કલરના ડ્રેસમાં નોરા પરીથી કમ નથી લાગી રહી.

પીળા ડ્રેસમાં નોરાની આ તસવીર ખુબ પહેલાના સમયની છે, જયારે તે એડ શૂટ કરવાનું કામ કરતી હતી. આ સામાન્ય લુકમાં પણ નોરા ખુબ જ સુંદર લાગી રહી છે.