અહીંયા મળે છે 1 હજાર રૂપિયાની ફક્ત એક જ કેરી, વજન છે ત્રણ કિલો ! જાણો ભારતમાં ક્યાં આવેલી છે આ જગ્યા ?

કેરીની સીઝન ચાલી રહી છે ત્યારે લોકો આ દરમિયાન અલગ અલગ પ્રકારની કેરી અને તેનો રસ ખાતા હોય છે. ત્યારે તમે માર્કેટની અંદરથી કેટલા રૂપિયાની એક કેરી ખરીદી હશે ? 10, 20 કે બહુ વધારેમાં વધારે 100 રૂપિયા સુધીની. પરંતુ શું તમે ક્યારેય સાંભળ્યું છે કે એક કેરી 1 હજાર રૂપિયામાં પણ વેચાઈ શકે ?

તમને વિશ્વાસ નહીં આવે પરંતુ આ વાત સાચી છે. મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લામાં ઉગાડવામાં આવતા “નૂરજહાં” કેરીની કિંમત ગયા વર્ષ કરતા પણ વધારે મળી રહી છે. કારણ કે આ કેરી ગયા વર્ષની તુલનામાં મોટા આકારમાં ઉતરી છે.

એક ખેડૂત દ્વારા જણાવામાં આવ્યું કે આ મોસમમાં “નૂરજહાં” કેરીની કિંમત 500 રૂપિયાથી લઈને 1000 રૂપિયા છે. ગયા વર્ષ કરતા આ વર્ષે કેરીની ઉપજ અનુકૂળ મોસમના કારણે સારી રહી. અફઘાનિસ્તાન મૂળની માનવામાં આવતી આ કેરીની પ્રજાતિ “નૂરજહાં”ના ગણ્યા ગાંઠ્યા વૃક્ષો મધ્ય પ્રદેશના અલીરાજપુર જિલ્લાના કાઠીવાડા ક્ષેત્રમાં મળી આવે છે. આ વિસ્તાર ગુજરાની બાજુમાં આવેલો છે.

આ વિસ્તારના એક ખેડૂત દ્વારા જણાવવામાં આવ્યું કે “મારી વાડીમાં નૂરજહાં કેરીના ત્રણ વૃક્ષો ઉપર કુલ 250 ફળ લાગ્યા છે. તેનું બુકીંગ પહેલા જ થઇ ચૂક્યું છે. લોકો નૂરજહાંની એક કેરીની કિંમત 500થી 1000 વચ્ચે લગાવી છે. તેમને એમ પણ જણાવ્યું કે આ કેરીનું વજન બેઠી લઈને સાડા ત્રણ કિલોગ્રામ સુધી રહે છે.

Niraj Patel