ભારતમાં આવેલુ છે ચાઈનીઝ કાલી માતાનું મંદિર, પ્રસાદમાં આપવામાં આવે છે નૂડલ્સ અને ચાઉમીન

આજે અમે તમને એક એવા અનોખા મંદિર વિશે જણાવવા જઈ રહ્યા છીએ, જ્યાં ભગવાનને નૂડલ્સ અને ચાઉમીનનો ભોગ ધરવામાં આવે છે. અહીં ચાઇનીઝ ભોજન ભક્તોને પ્રસાદ તરીકે આપવામાં આવે છે. આ અનોખા મંદિરનું નામ ચાઇનીઝ કાલી માતા મંદિર છે. કાલી માતાનું આ મંદિર પશ્ચિમ બંગાળના ટેંગરામાં આવેલું છે. અહીં મોટી સંખ્યામાં હિન્દુ ભક્તો તેમજ ચીની અને બૌદ્ધ ધર્મ સાથે જોડાયેલા લોકો પણ માતાના દર્શન કરવા આવે છે.

તેની વિશિષ્ટતાને કારણે, કાલી માતાનું આ મંદિર સમગ્ર વિશ્વમાં જાણીતું છે. આ મંદિરમાં માતાની પૂજા કર્યા પછી, ભક્તોને પ્રસાદમાં નૂડલ્સ, ફ્રાઈ રાઈસ, ચાઉમીન અને મંચુરિયન આપવામાં આવે છે. આ મંદિરની અંદર મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો થાય છે. તો આવતો જાણીએ આ ચાઈનિઝ કાલી માતાના મંદિર વિશે વિશેષ માહિતી.

આ મંદિરનો ઈતિહાસ એકદમ અનોખો છે. માતાનું આ મંદિર ચીની લોકોએ બનાવ્યું હતું. એવું કહેવાય છે કે ઘણા સમય પહેલા અહીં એક વૃક્ષ હતું. તે વૃક્ષની નીચે કેટલાક કાળા પથ્થરો રાખવામાં આવ્યા હતા, જેને મા કાલીના પ્રતીક તરીકે પૂજવામાં આવતા હતા. તે સમયે ઘણા ચીની લોકો આ જગ્યાએ રહેતા હતા.

અચાનક એક દિવસ એક ચીની છોકરાની તબિયત ખરાબ થઈ ગઈ. તેના બચવાની શક્યતા ઓછી હતી. થોડા સમય પછી છોકરાના માતાપિતાએ માતાને તેમના સ્વાસ્થ્ય વિશે પ્રાર્થના કરી અને માતા કાલીની આદરપૂર્વક પૂજા કરી. માતાની પૂજા કર્યા પછી, છોકરો સંપૂર્ણપણે સ્વસ્થ થઈ ગયો. તેના માતાપિતા આનાથી ખૂબ ખુશ થયા અને તેઓએ ત્યાં ચાઇનીઝ કાલી માતાનું મંદિર બનાવ્યું.

ત્યારથી ઘણા ચીની લોકો આવીને આ મંદિરમાં પૂજા કરે છે. એટલું જ નહીં, મંદિરની અંદર ઘણા ચીની પૂજારીઓ પણ છે. અહીં આવતા ભક્તોને પ્રસાદ તરીકે ચોપ્સી અને ચાઉમીન આપવામાં આવે છે. આ મંદિરમાં આવતા ભક્તો મંદિરની અંદર હાથથી બનાવેલ પેપર બાળી નાખે છે. એવું માનવામાં આવે છે કે આમ કરવાથી જીવનમાં સકારાત્મકતા આવે છે અને દુષ્ટ આત્માઓ તેમનાથી દૂર રહે છે. તેની વિશિષ્ટતાને કારણે, આ મંદિર સમગ્ર વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે.

YC