કેરીનો રસ, થેપલા, લાડવા, ભાખરી સાથે સજી અંબાણીની થાળી, સેલેબ્રિટીઓ પણ ખાઈને કરવા લાગ્યા વખાણ, જુઓ તસવીરો
નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટરનું ઉદઘાટન શુક્રવારના રોજ દેશ અને વિદેશના કલાકારો, ધાર્મિક નેતાઓ, રમતગમત અને વેપારી હસ્તીઓની સાથે દેશની જાણીતી હસ્તીઓની હાજરીમાં કરવામાં આવ્યું હતું. રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણી અને તેમની પુત્રી ઈશા અંબાણી હોસ્ટ હતા.
2 દિવસીય આ ઈવેન્ટમાં બોલિવૂડ સ્ટાર શ્રદ્ધા કપૂર પણ હાજર રહી હતી જેણે ઈવેન્ટમાંથી પોતાની ઘણી સુંદર તસવીરો શેર કરી હતી. આ દરમિયાન તેણે તેના ચાહકોને NMACC ઇવેન્ટમાં મહેમાનોને પીરસવામાં આવેલી શાહી થાળીની ઝલક પણ આપી. NMACC ઈવેન્ટને લોકોએ કેટલી એન્જોય કરી, તે સોશિયલ મીડિયા પરથી જ જોઈ શકાય છે. છેલ્લા ત્રણ દિવસથી તમામ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ભવ્ય લોન્ચ ઈવેન્ટની તસવીરો અને વીડિયોથી છલકાઈ ગયા છે.
જ્યારે સિનેમાથી લઈને સ્પોર્ટ્સ સુધીની સેલિબ્રિટીઓ તેમના અદભૂત લુકને ફ્લોન્ટ કરવા માટે ઈન્સ્ટાગ્રામ પર પહોંચી હતી, ત્યારે “તુ જૂઠી મેં મક્કાર” ફેમ અભિનેત્રીએ ઈવેન્ટના ફૂડની તસવીર પોસ્ટ કરી હતી. શ્રદ્ધા કપૂરે તેના સોશિયલ મીડિયા હેન્ડલ પર સાંજની કેટલીક તસવીરો શેર કરી જેમાં પ્રથમ તસવીર થાળીની હતી જે NMACC ઇવેન્ટમાં મહેમાનોને પીરસવામાં આવી હતી.
થાળી જોઈને કોઈના પણ મોંમાં પાણી આવી જાય. તેનો ફોટો શેર કરતા કપૂરે કેપ્શનમાં લખ્યું છે કે તે ઈવેન્ટનો તેમનો મનપસંદ ભાગ હતો. આ ઉપરાંત સંજય કપૂરની પત્ની મહિપ કપૂરે તેના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પરથી આ ભોજનની સ્વાદિષ્ટ પ્લેટનો ફોટો શેર કર્યો છે અને જણાવ્યું છે કે તેણે ઇવેન્ટમાં કેટલી સ્વાદિષ્ટ વાનગીઓ ખાધી છે.
મહેમાનો માટે ખાસ ચાંદીની થાળીમાં ભોજનિયા પિરસવામાં આવ્યા હતા. જેમાં ગુજરાતી વાનગીઓનો જમાવડો જોવા મળ્યો હતો. થાળીમાં રસ, ભાખરી, થેપલા, પાપડ, લાડુ જેવી કેટલીય પ્રકારની વાનગીઓ નજર આવી રહી છે. ત્યારે સેલેબ્સ પણ હવે આ મનગમતા ભોજનિયાના વખાણ કરતા થાકી નથી રહ્યા.
આ પ્રસંગમાં સાઉથ સુપરસ્ટાર રજનીકાંત, આમિર ખાન, રણવીર સિંહ, દીપિકા પાદુકોણ, પ્રિયંક ચોપરા, વરુણ ધવન, સોનમ કપૂર, અનુપમ ખેર, જાવેદ અખ્તર, શબાના આઝમી, સુનીલ શેટ્ટી, શાહિદ કપૂર, વિદ્યા બાલન, આલિયા ભટ્ટ, દિયા મિર્ઝા, શ્રદ્ધા કપૂર, શ્રેયા, રાજુ હિરાણી, તુષાર કપૂર જેવા બોલિવૂડ સ્ટાર્સ દ્વારા આખી સાંજ રંગીન બની હતી. કૈલાશ ખેરે અને મામે ખાન પણ તેમના સુરીલા અવાજો સાથે આ કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો.