ખજુરભાઈએ ફરીથી દિલ જીતી લીધું, 200 ઘર બનાવવાની ખુશીમાં જેને જેને કામ કરવામાં મદદ કરી હતી તેમને લઇ ગયા વિદેશ પ્રવાસે

200 ઘર બનાવવામાં જેમને પોતાનો પરસેવો રેડ્યો એવા કડિયા અને મજૂરના પાસપોર્ટ બનાવીને ખજુરભાઈ લઇ ગયા વિદેશ પ્રવાસે, જોઈને તમે પણ કરશો સલામ..

ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની આજે ગુજરાતનું બહુ જ મોટું નામ બની ગયા છે, તેમને કોમેડી વીડિયો દ્વારા પોતાના કેરિયરની શરૂઆત કરી હતી અને જિગલી ખજૂરના વીડિયો દ્વારા ગુજરાતીઓને પેટ પકડીને હસાવ્યા છે. પરંતુ છેલ્લા 2-3 વર્ષથી ખજુરભાઈ સેવાકીય પ્રવૃત્તિના માર્ગે આગળ વધ્યા અને સેંકડો લોકોની મદદ કરી.

તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાનીએ ઘણા લોકોને પાક્કા મકાનો બાંધી આપ્યા અને તેમને આશરો આપ્યો, અત્યાર સુધીમાં નીતિન જાનીએ 200 જેટલા ઘર બનાવ્યા છે, ત્યારે હવે તેની ઉજવણી કરવા માટે નીતિન જાની તેમની ટીમ સાથે દુબઈના પ્રવાસે નીકળ્યા છે, જેનો વીડિયો પણ તેમને પોતાના સોશિયલ મીડિયામાં શેર કર્યો છે.

નીતિન જાનીના એકાઉન્ટમાં શેર કરવામાં આવેલા વીડિયોની અંદર ખજુરભાઈ કહી રહ્યા છે કે “હું 2 વર્ષ પછી ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર આવ્યો છું, ગુજરાતમાં 200 ઘર બનાવ્યા છે એ સફળતાને સેલિબ્રેટ કરવા હું મારી ટીમને લાવ્યો છું, મારી ટીમમાં જેટલા લોકોએ મારી સાથે કામ કર્યું છે, રાત દિવસ તનતોડ મહેનત કરી છે. એવા તમામ કડિયા, મજુર, સોમાદાદા, ભીખાકાકા, તરુણ જાની તમામ લોકોની ટીમ દુબઇ જઈએ છીએ.”

તે આગળ જણાવી રહ્યા છે કે, “5 દિવસ દુબઇની અંદર અમે ફરશું અને તમને પણ દુબઇ બતાવીશું અને તમે પણ અમને આશીર્વાદ આપજો, હું ઈચ્છું છું કે 5 દિવસ હું દુબઇની અંદર ફરું છું તો તમે પણ દુબઈને મારી આંખોથી જુઓ.” વીડિયોની અંદર ખજુરભાઈ અને તેમની ટીમ મુંબઈના ઈન્ટરનેશલ એરપોર્ટ ઉપર જોવા મળી રહી છે અને દુબઇ જવા માટેની પ્રોસેસ કરતી જોવા મળી રહી છે.”

વીડિયોમાં આગળ નીતિન જાની વૃદ્ધ ભીખાકાકા સાથે વાતો પણ કરતા જોવા મળી રહ્યા છે, ભીખાકાકા સૂટકેસનું ધ્યાન રાખવા માટે એરપોર્ટ ઉપર નીચે બેઠા છે અને તેમની પાસે જઈને નીતિન જાની કહી રહ્યા છે કે “ભીખાકાકાની આ પહેલી ફ્લાઇટ ટ્રીપ છે તો તેના વિશે શું કહેશો ?” જવાબમાં ભીખાકાકા કહે છે કે “બહુ મજા આવી પણ આ તમારા પ્રતાપે મોકો મળ્યો ફ્લાઇટમાં બેસવાનો.”

આગળ નીતિન જાની સોમાકાકા સાથે પણ વાત કરતા જોવા મળે છે. સોમાકાકાને પણ તે પૂછે છે કે “તમારી આ પહેલી ટ્રીપ કેવી લાગે છે.” જેના બાદ સોમાકાકા કહે છે કે, “જિંદગીમાં પહેલા લગનનો શોખ હોય અને આ વખતે ટુરમાં ગયા ફોરેન એનો શોખ હોય બંને બરાબર.” સોમાકાકા આ ટ્રિપને લગન કરતા પણ વિશેષ લ્હાવા જેવું કહી રહ્યા છે. સોમાકાકા એમ પણ કહી રહ્યા છે કે જિંદગીનું સ્વપ્ન પૂર્ણ થયું હોય તેમ લાગે છે.”

વીડિયોની અંદર નીતિન જાની તેમની સાથે આવેલા અન્ય ટીમ મેમ્બર સાથે પણ વાત કરતા જોવા મળે છે અને તેમને પણ તેમના આ વિદેશ પ્રવાસ વિશેનું પૂછી રહ્યા છે, આ ઉપરાંત તેઓ દુબઈમાં શું કરવાના છે તે વિશે પણ પૂછે છે ત્યારે તેમની ટીમના અન્ય સભ્યો પણ પ્રથમવાર દુબઇ જતા હોવાનું અને ત્યાં જઈને રીલ બનાવ અને ફોટો લેવાનું જણાવે છે.

ખજુરભાઈ દુબઈના આબુધાબી એરપોર્ટ ઉપર ઉતર્યા બાદ ત્યાંથી દુબઇ જતા સમયનો પણ નજારો બતાવે છે અને તેમની હોટલનો પણ નજારો બતાવે છે, જેના બાદ તેમના બીજા વીડિયોની અંદર તે દુબઇમાં ફરવાનો આનંદ પણ માણતા જોવા મળી રહ્યા છે. આ રીતે તે સતત 5 દિવસ સુધી પોતાની ટીમ સાથે દુબઈમાં રજાઓનો આનંદ માણવાના છે.

નીતિન જાનીએ દુબઈમાં સ્કાઈ વીવ જોવા માટે જાય છે અને ત્યાંથી પણ તેઓ દુબઈના અદભુત નજારા બતાવી રહ્યા છે, સ્કાઈ વીવ જોયા બાદ તે દુબઇ ફ્રેમ જોવા જાય છે અને ત્યાંથી પણ તે ન્યુ દુબઇ અને ઓલ્ડ દુબઈના દૃશ્યો બતાવી રહ્યા છે, સાથે જ ત્યાં ફરવાનો ખર્ચ પણ જણાવે છે. આ બંને જગ્યાઓ જોઈને નીતિન જાની અને તેમની ટીમ હોટલ ઉપર આવે છે અને જાતે ખીચડી બનાવીને ખાય છે.

Niraj Patel