દુબઈમાં રહેતા આ 7 વર્ષના ચાહકે જીતી લીધું સૌનું દિલ, ખજુરભાઈને આપી એવી ભેટ કે જાણીને આંખો છલકાઈ ઉઠશે

રાત્રે 12 વાગે દુબઈની હોટલમાં ખજુરભાઈને મળવા માટે પહોંચ્યો 7 વર્ષનો તેમનો દિવ્યાંગ ચાહક, ચિઠ્ઠીમાં લખ્યો એવો સંદેશ કે વાંચીને ભાવુક થઇ જશો, જુઓ વીડિયો

ગુજરાતીઓને પેટ પકડીને હસાવનારા ખજુરભાઈ ઉર્ફે નીતિન જાની હાલ દુબઇમાં રજાઓનો આનંદ માણી રહ્યા છે. તે પોતાની ટીમ સાથે ગુજરાતની અંદર 200 ઘર બનાવવાની ખુશીની ઉજવણી કરવા માટે દુબઇ પહોંચ્યા છે, તેમના દુબઇ પ્રવાસની અંદર તેમને મળવા માટે એક 7 વર્ષનું બાળક આવ્યું હતું. જેનો વીડિયો નીતિન જાનીએ શેર કર્યો છે અને આ વીડિયો સામે આવ્યા બાદ નીતિન જાનીના ચાહકો આ બાળકના ખુબ જ વખાણ કરી રહ્યા છે.

નીતિન જાનીએ શેર કરેલા વીડિયોની અંદર જોવા મળી રહ્યું છે કે દુબઈમાં તે તેમના એક નાના ફેનને મળવા માટે હોટલમાં જઈ રહ્યા છે. નીતિન જાની તેની પાસે જાય છે ત્યારે તેમનો નાનો ફેન વ્હીલચેર ઉપર બેઠેલો જોવા મળે છે.  જેની સાથે જઈને નીતિન જાની વાત કરવાનું શરૂ કરે છે અને તેનું નામ પૂછે છે.

આ બાળકનું નામ રિતિક વાયા છે, અને તે હેન્ડીકેપ છે. રિતિક તેની સાથે એક કવર લઈને આવ્યો છે અને તે નીતિન જાનીને આપે છે. જેમાંથી 500 દિહરામ અને એક ચિઠ્ઠી નીકળે છે, જેને ખજુરભાઈ વાંચે છે. જેમાં રિતિકે તેનું નામ અને અન્ય માહિતી આપી છે. રિતિકે ચિઠ્ઠીમાં એમ પણ લખ્યું હતું કે તે બે દિવસ પહેલા પણ તેમને મળવા માટે આવ્યો હતો. પરંતુ મળી શક્યો નહોતો.

જેના બાદ હવે તે રાત્રે 12:30 કલાકે નીતિન જાનીને મળવા માટે હોટલમાં પહોંચ્યો અને રિતિક તેમના વીડિયો પણ જોતો હોવાનું જણાવી રહ્યો છે. કવરની અંદર આપેલા 500 દિહરામ વિશે જણાવતા કહે છે કે નીતિન જાની જે લોકસેવાનું  કામ કરી રહ્યા છે તેના માટે થઈને રિતિકે તેમને 500 દિહરામ ભેટમાં આપ્યા. આ જોઈને નીતિન જાની પણ ખુબ જ ખુશ થતા જોવા મળી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં નીતિન જાની દ્વારા શેર કરવામાં આવેલો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે. ચાહકો પણ નાના બાળકના આ કામથી ખુબ જ પ્રભાવિત થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે નીતિન જાની 5 દિવસના દુબઇ પ્રવાસે ગયા છે. આ દરમિયાન જે જે લોકોએ તેમના 200 ઘર બનાવવાના કામમાં મદદ કરી હતી તે સૌને પોતાની સાથે લઇ ગયા છે.

નીતિન જાની દુબઇ પ્રવાસના ઘણા બધા વીડિયો અને તસવીરો પણ તેમના સોશિયલ મીડિયા એકાઉન્ટમાં શેર કરી રહ્યા છે, જેને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, આ ઉપરાંત પોતાના બ્લોગમાં પણ નીતિન જાનીએ દુબઇ પ્રવાસની ઝલકો બતાવી છે, જેના કારણે તેમના ચાહકો ઘરે બેઠા દુબઇનો આલીશાન નજારો માણી શકે.

Niraj Patel