મા અન્નપૂર્ણાના દર્શને પહોંચ્યા ખજુરભાઈ અને મીનાક્ષી ભાભી, તસવીરો જોઈને ચાહકો બોલ્યા.. “રામ સીતા ની જોડી…”, જુઓ

Nitin Jani and Meenakshi Annapurna Temple : નીતિન જાની ઉર્ફે ખજુરભાઈનું નામ આજે માત્ર ગુજરાતમાં જ નહિ પરંતુ દેશ અને દુનિયામાં પણ ગુંજી રહ્યું છે. એક કલાકાર તરીકે પોતાની કારકિર્દીનું શરૂઆત કરનારા નીતિન જાનીએ જ્યારથી સેવાકીય કામોનું બીડું ઝડપ્યું છે ત્યારથી તો લોકો તેમને ગરીબોના મસીહા તરીકે ઓળખવા લાગ્યા છે. નીતિન જાનીએ અત્યાર સુધી હજારો લોકોની મદદ કરી છે, સેંકડો લોકોના પાક્કા ઘર બનાવ્યા છે અને જયારે પણ કોઈને મદદની જરૂર પડી છે ત્યારે તે જઈને ઉભા રહ્યા છે.

ખજુરભાઈએ થોડા સમય પહેલા જ મીનાક્ષી દવે સાથે લગ્ન કર્યા છે. લગ્ન બાદ આ કપલ અવાર નવાર તેમની તસવીરો સોશિયલ મીડિયામાં પોસ્ટ કરતું રહે છે. નીતિન જાનીના ધર્મપત્ની મીનાક્ષી દવે પણ સોશિયલ મીડિયામાં ખુબ જ એક્ટિવ રહે છે અને તેમના પણ લાખોમાં ફોલોઅર્સ છે. તે ખજુરભાઈ સાથે વિતાવેલી પળોને પણ શેર કરતા રહે છે.

હાલમાં જ મીનાક્ષીએ કેટલીક તસવીરો શેર કરી છે, જેને ચાહકો ખુબ જ પસંદ કરી રહ્યા છે. આ તસવીરો અન્નપૂર્ણા માતાજીના મંદિરની છે. જ્યાં તેઓ દર્શન માટે પહોંચ્યા હતા. આ તસ્વીરોમાં મીનાક્ષી દવે અને ખજુરભાઈનો એકદમ સાદગી ભરેલો લુક જોવા મળી રહ્યો છે. બંને માતાજીના મંદિરની બહાર ઉભા રહીને પોઝ આપી રહ્યા છે.

આ ઉપરાંત મીનાક્ષી દવેએ અન્ય તસવીરો પણ શેર કરી છે, જેમાં તે મમ્મી સાથે પણ ઉભા રહીને પોઝ આપતા જોવા મળી રહ્યા છે. આ તસવીરો પોસ્ટ થવાની સાથે જ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ ગઈ. જેને અત્યાર સુધીમાં 53 હજારથી પણ વધારે લોકોએ લાઈક કરી છે, આ ઉપરાંત સેંકડો લોકો કોમેન્ટ પણ કરી રહ્યા છે.

નીતિન જાની અને મીનાક્ષી દવેની જોડીને સૌ કોઈ રામ સીતાની જોડી કહી રહ્યા છે. આ ઉપરાંત ઘણા લોકો હાર્ટ ઈમોજી અને ઘણા લોકો જય માતાજી પણ કોમેન્ટમાં લખી રહ્યા છે. નીતિન જાની હાલ પોતાનો ,મોટાભાગનો સમય સમાજ સેવામાં વિતાવતા હોય છે. તેમને જે લોકોના ઘર નથી અને પરિસ્થિતિ ખરાબ છે એવા ઘણા લોકોના ઘર બનાવ્યા છે.

Niraj Patel