સેંકડો લોકોને પાક્કા ઘર બનાવી આપનારા ગુજરાતના સોનુ સુદ એવા ખજુરભાઈ રહે છે આવા આલીશાન ઘરમાં, જુઓ અંદરનો નજારો
નીતિન જાની જેમને આજે આખું ગુજરાત ખજુરભાઈ તરીકે ઓળખે છે તેમને પોતાના કોમેડી વીડિયો દ્વારા ખુબ જ ધૂમ મચાવી દીધી હતી, પરંતુ લોકડાઉન અને તૌકતે વાવાઝોડા બાદ નીતિન જાની એક સમાજ સેવક તરીકે ઉભરી આવ્યા, અને ઘણા એવા લોકોની મદદ કરી, ઘણા લોકોની આર્થિક સહાયતા કરી તો ઘણા લોકોને પાકા મકાન પણ બનાવી આપ્યા, જેના કારણે લોકો તેમને ગુજરાતના સોનુ સુદ પણ કહે છે.
નીતિન જાનીએ ઘણા લોકોની જિંદગી બદલી નાખી છે, જેના વીડિયો ઘણા વીડિયો પણ સોશિયલ મીડિયામાં તેમને પોસ્ટ કર્યા છે, પરંતુ શું તમે નીતિન જાની ઉર્ફે ખજુરભાઈનું ઘર જોયું છે ? ત્યારે આજે અમે તમને નીતિન જાનીના ઘરની સફર કરાવીશું અને તમને બતાવીશું કે તેઓ કેવી લાઈફ જીવી રહ્યા છે.
નીતિન જાની પોતાના કોમેડી વીડિયો તેમના ભાઈ તરુણ જાની સાથે મળીને બનાવે છે. તો તેમના સેવાકીય કાર્યોમાં પણ તરુણ જાની તેમનો ખુબ જ સાથ અને સહકાર આપે છે. :જિગલી અને ખજૂર” નામથી શરૂ થયેલી તેમની આ સફર આજે ગુજરાતના ઘર ઘર સુધી પહોંચી ગઈ છે અને તેમનું આજે એક મોટું નામ પણ બની ગયું છે.
હજારો લોકોની મદદે આવનારા નીતિન જાની પણ ખુબ જ લક્ઝુરિયસ લાઈફ જીવે છે, છતાં તેમને પોતાની આ લાઇફનો જરા પણ ઘમંડ નથી, તે સામાન્ય લોકોની મદદ કરવા માટે પણ દોડી જતા હોય છે. છેલ્લા બે વર્ષમાં જ નીતિન ભાઈ ગરીબ લોકોના મસીહા બનીને સામે આવ્યા છે.
નીતિન જાનીનું ઘર ખુબ જ આલીશાન છે. તેમને તેમના ચાહકોની ફરમાઈશ ઉપર જ એક વીડિયો બનાવ્યો હતો અને તેમને પોતાનું આ આલીશાન ઘર પણ તેમને બતાવ્યું હતું, નીતિન જાનીએ વીડિયોમાં જણાવ્યું હતું કે તેઓ બારડોલીમાં રહે છે, સાથે જ વીડિયોમાં તેમનું આલીશાન ઘર પણ તેઓ બતાવી રહ્યા છે.
નીતિન જાની તેમના ઘરનો વીડિયો બતાવતા બતાવતા તેમના વૉચમૅન સાથે પણ વાત કરે છે અને કોરોના કાળમાં કોઈને નોકરીથી છુટા ના કરવાનું પણ તેઓ જણાવી રહ્યા છે. આ ઉપરાંત તે પોતાના ભાઈ તરુણ જાની સાથે એમ પણ જાણવી રહ્યા છે કે આ ઘરને ત્રણ ત્રણ વાર રિનોવેટ કરવું પડ્યું છે.
નીતિન જાની પોતાનું ઘર બતાવતા ઘર પાસે રહેલો પીપળો પણ બતાવે છે અને જણાવે છે કે આજે આ પીપળો બે માળ જેટલો ઊંચો થઇ ગયો છે, જયારે ઘર ખરીદ્યું હતું ત્યારે તે ખુબ જ નાનો હતો, પરંતુ આજે એ મોટો થઇ ગયો, ઘરનું કામ ચાલુ હતું ત્યારે તેને મજૂરો કાપી રહ્યા હતા પરંતુ તેમના પપ્પાએ કાપવા ના દીધો અને નીતિન જાનીને પણ કહ્યું કે આ પીપળો ક્યારેય ના કાપતો, કારણ કે પીપળામાં પિતૃઓનો વાસ રહેલો હોય છે.
નીતિન જાનીનું ઘર કુદરતી જગ્યામાં જ વસેલું છે. તેમના ઘરની પાછળ પણ ખુલ્લા ખેતરો અને હરિયાળી જોઈ શકાય છે. આ ઉપરાંત આ ઘર બનાવતી વખતે તેમને કેવી કેવી મુશ્કેલીઓ પડી અને ઘર બનવા દરમિયાન તેઓ સોસાયટીમાં કોની ઘરે રહ્યા તે પણ જણાવી રહ્યા છે. ખજુરભાઈનું ઘર જોતા એવું લાગે કે તે સ્વર્ગથી જરા પણ નથી.
નીતિન જાનીના આ ઘરને તેમના ચાહકો પણ ખુબ જ પસંદ કરી રહ્યા છે, કોમેન્ટ કરીને તેમના ઘરના પણ ખુબ જ વખાણ કરી રહ્યા છે. ખજુરભાઈ વીડિયોની અંદર તેમની ટીમ સાથે પણ મસ્તી કરતા જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયામાં તેમના આ ઘરનો વીડિયો પણ ખુબ જ વાયરલ થયો હતો.