અનુપમા ફેમ એક્ટર નિતેશ પાંડે પંચતત્ત્વમાં થયા વિલીન, દીકરા-પત્નીની હાલત રડી રડીને ખરાબ- માતા આઘાતમાં

દીકરાની રડીને રડીને હાલત ખરાબ, માતા આઘાતમાં, દીકરો પિતાના ગાલને રહ્યો ચૂમતો

Nitesh Pandey Family : લોકપ્રિય ટીવી અભિનેતા નિતેશ પાંડે આખરે પંચતત્ત્વમાં વિલિન થઇ ગયા. 24 મેના રોજ તેમના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. ગોરેગાંવ ઇસ્ટ આરે કોલોની પાસે મુક્તિધામ સ્મશાનભૂમિમાં નિતેશ પાંડેના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા. આ દરમિયાન નિતેશ પાંડેના નજીકના મિત્રો અને ટીવી ઈન્ડસ્ટ્રીના લોકો હાજર રહ્યા હતા. આ દરમિયાન બધાની આંખમાં આંસુ હતા.

નિતેશ પાંડેના માતા-પિતા અને પત્નીની રડી-રડીને હાલત ખરાબ થઇ ગઇ હતી. નિતેશ પાંડેના પાર્થિવ દેહને અગ્નિમાં વિલીન થતો જોઈ સ્મશાનમાં હાજર દરેક વ્યક્તિની આંખમાં આંસુ આવી ગયા હતા. નિતેશ પાંડેનું 24 મેના રોજ સવારે નાશિકના ઇગતપુરીમાં હોટેલ ડ્યૂ ડ્રોપમાં નિધન થયું હતું. પોલીસના જણાવ્યા અનુસાર, નિતેશે મંગળવારે રાત્રે હોટલના સ્ટાફ પાસે ખાવાનું મંગાવ્યું હતું.

પરંતુ જ્યારે ફૂડ લઈને પહોંચેલા સ્ટાફે ડોરબેલ વગાડી તો નિતેશે કોઈ પ્રતિક્રિયા આપી ન હતી.બાદમાં સ્ટાફે માસ્ટર કી વડે દરવાજો ખોલ્યો તો નિતેશ પાંડે બેભાન હાલતમાં પડેલો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં મૃત્યુનું કારણ કાર્ડિયાક અરેસ્ટ જણાવવામાં આવ્યું છે. નિતેશ પાંડેના મૃતદેહનું પોસ્ટમોર્ટમ નાશિકમાં જ કરવામાં આવ્યું હતું અને ત્યારબાદ 24મી મેની રાત્રે જ મૃતદેહને મુંબઈ લાવવામાં આવ્યો અને તે બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા.

મુંબઈમાં નિતેશ પાંડેનો પાર્થિવ દેહ પહોંચતા જ પરિવારજનો, મિત્રો અને સેલેબ્સ તેમના અંતિમ દર્શન કરવા ઉમટી પડ્યા હતા.પુત્રને જોઈને માતા રડી પડી તો પત્ની પણ વ્યથિત થઈ ગઈ. તેમનો પુત્ર પણ રડી રહ્યો હતો અને તે નીચે ઝૂકીને પિતા નિતેશ પાંડેના ગાલ પર ચુંબન કરી રહ્યો હતો. આ દ્રશ્ય એ ત્યાં હાજર દરેકની આંખમાં આંસુ લાવી દીધા.

‘અનુપમા’ ફેમ રૂપાલી ગાંગુલી પણ અંતિમ સંસ્કારમાં પહોંચી હતી અને તે પણ તેના કો-એક્ટર અને મિત્રને ખોઇ દુખી જણાઇ રહી હતી. તે રડતી રડતી સ્મશાન પહોંચી હતી. રૂપાલી ગાંગુલી માની શકતી ન હતી કે તેણે તેનો મિત્ર ગુમાવ્યો છે.રૂપાલી ઉપરાંત, નકુલ મહેતા, યેશા રૂઘાની સહિત અનેક ટીવી કલાકારો કે જે શોમાં નિતેશે કામ કર્યું હતું તે નિતેશ પાંડેના અંતિમ સંસ્કારમાં પહોંચ્યા હતા.

 

View this post on Instagram

 

A post shared by ETimes TV (@etimes_tv)

નિતેશ પાંડે તેમની પાછળ તેમના માતા-પિતા અને પત્ની અર્પિતા તેમજ 10 વર્ષના પુત્રને રડતા છોડી ગયા છે. નિતેશ પાંડેએ 25 વર્ષથી વધુ સમય સુધી શોબિઝ ઈન્ડસ્ટ્રીમાં કામ કર્યું હતુ. નિતેશ પાંડેએ ઘણી યાદગાર ટીવી સિરિયલો, થિયેટર અને ફિલ્મો કરી.

 

View this post on Instagram

 

A post shared by Viral Bhayani (@viralbhayani)

Shah Jina