મુકેશ-નીતા અંબાણીએ તેમની થવાવાળી નાની વહુ રાધિકાને લગ્ન પહેલા જ આપી અધધધ કરોડની ગિફ્ટ….જાણો

સાસુ નીતા અંબાણીએ તેની નવી વહુને ગિફ્ટ કરી આ મોંઘી કાર, જાણો આ કારના ફીચર્સ અને કેટલી છે કિંમત

અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણી અને નીતા અંબાણીના સૌથી નાના પુત્ર અનંત અંબાણીના લગ્ન પહેલા પ્રી-વેડિંગ સેલિબ્રેશન ગુજરાતના જામનગરમાં 1 માર્ચથી 3 માર્ચ દરમિયાન યોજાયુ. આ પ્રી વેડિંગની દેશભરમાં ભારે ચર્ચા થઇ. આ દરમિયાન રાધિકાને તેના સાસુ-સસરા એટલે કે મુકેશ અંબાણી અને નીતા અંબાણી દ્વારા ખૂબ ખાસ ભેટ આપવામાં આવી છે.

રાધિકાને લક્ઝરી કારની સાથે ઘણી મોંઘી ગિફ્ટ મળી છે. રાધિકા લગ્ન પહેલા જ સાસરિયાઓએ રાધિકા પર કિંમતી ભેટોનો વરસાદ શરૂ કરી દીધો છે. મુકેશ અંબાણીએ પુત્રવધૂ રાધિકાને Bentley Continental GTC Speed કાર ગિફ્ટ કરી છે. આ કારની કિંમત 4.5 કરોડ રૂપિયા છે. આ બ્રિટિશ લક્ઝરી કાર દેશની અમુક જ વ્યક્તિઓ પાસે છે.

જેમાં વિરાટ કોહલી, આમિર ખાન, અભિષેક બચ્ચન સામેલ છે. નીતા અંબાણીએ તેમની થવાવાળી વહુ રાધિકાને સિલ્વર લક્ષ્મી-ગણેશ ગિફ્ટ હેમ્પર ગિફ્ટ કર્યું છે. આ હેમ્પરમાં બે ચાંદીના વાસણો પણ છે. સફેદ ફૂલોની સાથે સાથે વાસણમાં ઘણી સજાવટની વસ્તુઓ પણ છે.

Shah Jina