વાહ…સંસ્કાર તો અંબાણી પરિવારના લોહીમાં છે, શ્રીનાથજીની પેઇન્ટિંગને સ્પર્શ કરતા પહેલા નીતા અંબાણીએ સેન્ડલ ઉતાર્યા, જુઓ વીડિયો

નીતા અંબાણીના આ વીડિયોએ દેશવાસીઓને ભાવ વિભોર કરી દીધા, શ્રીનાથજીના પેઇન્ટિંગને સ્પર્શ કરતા પહેલા જ દિલ જીતી લીધા, જુઓ વીડિયો

Nita Ambani Receives Shrinathji Painting : દેશ અને દુનિયાના સૌથી ધનાઢ્ય  પરિવારમાંથી એક એવા અંબાણી પરિવારની ચર્ચાઓ હંમેશા થતી હોય છે. આ પરિવારના વૈભવી શોખ હોય કે તેમના કોઈ પ્રસંગો હોય, તેની તસવીરો અને વીડિયો જોવા માટે પણ દેશવાસીઓ અધીરા બનતા હોય છે. ત્યારે અંબાણી પરિવાર હંમેશા તેમના આદર્શ સંસ્કારોને લઈને પણ ચર્ચામાં આવે છે.

અંબાણી પરિવારના સદસ્યો અવાર નવાર દેશના વિવિધ મંદિરોમાં પણ જતા હોય છે અને ત્યાં પૂજા અર્ચના અને કરોડોનું દાન પણ કરતા હોય છે, ત્યારે હાલ નીતા અંબાણીનો એક વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે, જેને જોઈને લોકો નીતા અંબાણીના સંસ્કારોના વખાણ કરતા જોવા મળી રહ્યા છે.

આ વીડિયો NMACCનો પ્રમોશનલ વીડિયો છે. NMACCની ઓપનિંગ ઈવેન્ટ એપ્રિલમાં યોજાઈ હતી. NMACCની રચના ભારતીય કલા અને સંસ્કૃતિની સુંદરતાને ઉજાગર કરવા માટે કરવામાં આવી છે. વીડિયોમાં આપણે જોઈ શકીએ છીએ કે એક કલાકાર નીતા અંબાણીને ભગવાન શ્રીનાથજીની મોટી તસવીર બતાવે છે.

આ જોઈને નીતા અંબાણી સેન્ડલ ઉતારે છે, કારણ કે તેમાં શ્રીનાથજીનું ચિત્ર બનેલું છે. આપણે જાણીએ છીએ કે અંબાણી પરિવાર ભગવાન કૃષ્ણનો અનુયાયી છે. વીડિયોમાં શકીએ છીએ કે નીતા અંબાણી પેઇન્ટિંગને સ્પર્શતા પહેલા જ પોતાના સેન્ડલને ઉતારી દે છે. બિઝનેસ ટાયકૂન મુકેશ અંબાણીની પત્ની નીતાની કલાકાર પ્રત્યેની નિષ્ઠા અને નમ્રતા જોઈને સોશિયલ મીડિયા પર લોકો ભાવુક થઈ ગયા.

 

View this post on Instagram

 

A post shared by Ambani Family (@ambani_update)

લોકો આ વીડિયો જોઇ નીતા અંબાણીના વખાણ કરતા થાકતા નથી. કેટલાક કહી રહ્યા છે કે આ જ નીતા અંબાણીની સફળતાનું રહસ્ય છે તો કેટલાક કહી રહ્યા છે કે આ જ સાચા ભક્તની ઓળખ છે. તમને જણાવી દઈએ કે, NMACCની મદદથી રિલાયન્સ ફાઉન્ડેશન બનારસી હેન્ડીક્રાફ્ટને આગળ લઈ જવા માટે ફંડિંગ કરી રહ્યું છે. આ વીડિયો પણ તેના પ્રમોશન માટે બનાવવામાં આવ્યો હતો.

Niraj Patel