મોટી વહુ શ્લોકાને લગ્ન બાદ નીતા અંબાણીએ ગિફ્ટ કર્યો હતો અધધ કરોડનો નેકલેસ પણ રાધિકાને તો લગ્ન પહેલા જ આપી દીધી કિંમતી ગિફ્ટ- જાણો

નીતા અંબાણીએ શ્લોકા મહેતાનો મુંહ દેખાઇ પર આપી હતી કરોડોની ગિફ્ટ…પણ નાની વહુને તો લગ્ન પહેલા જ આપી દીધી પોતાની આ વસ્તુ…

તેમાં કોઈ શંકા નથી કે નીતા અંબાણી પોતાની બંને વહુઓએ પર જીવ છિડકે છે, તે પોતાની દીકરી ઈશાને જેટલો પ્રેમ કરે છે તેટલો જ બંને વહુઓ શ્લોકા અને રાધિકાને પણ કરે છે. આ વાતનો આના પરથી અંદાજ લગાવી શકાય કે કોઇ પણ ફંક્શન હોય નીતા અંબાણી રાધિકા-શ્લોકાનો હાથ પકડીને તસવીરો ક્લિક કરવે ઠે અને તેમનો પ્રેમ વ્યક્ત કરવાનો કોઇ મોકો તેઓ નથી છોડતા. આ જ કારણ છે કે જ્યારે પણ આ સાસુ-વહુની જોડી એકસાથે જોવા મળે છે, ત્યારે દરેક તેમના બોન્ડિંગના વખાણ કરતા થાકતા નથી.

મુકેશ અંબાણી અને નીતા અંબાણીના પુત્ર આકાશ અંબાણીએ વર્ષ 2019માં લગ્ન કર્યા ત્યારે પણ આવું જ દ્રશ્ય જોવા મળ્યું હતું. નીતા અંબાણીએ આ અવસરને ખાસ બનાવવામાં કોઈ કસર છોડી નહોતી. નીતા અંબાણીએ તેમની મોટી વહુ શ્લોકા મહેતાને ખૂબ જ કિંમતી ભેટ આપી હતી, જેની ચર્ચા આજ સુધી થાય છે. રીપોર્ટ અનુસાર નીતા અંબાણીએ તેમની મોટી વહુ શ્લોકા મહેતાને વિશ્વનો સૌથી મોંઘો નેકલેસ ગિફ્ટ કર્યો હતો, જેને લેબનાનના જુલર Mouawad એ ડિઝાઇન કર્યો હતો.

આ નેકલેસનું નામ ‘L’Incomparable છે, જેમાં વચ્ચે 407 કેરેટનો યલો શીલ્ડ કટ ડાયમંડ છે અને આ ડાયમંડને વર્ષ 1980 માં આફ્રીકમાં શોધવામાં આવ્યો હતો. આ હારને પાંદડાના પેટર્નમાં ડિઝાઇન કરવામાં આવ્યો છે, જેને બનાવવા માટે ડાયમંડ્સ સાથે સાથે રોઝ ગોલ્ડ ચેનનો પણ ઉપયોગ કરાયો છએ. જણાવી દઇએ કે, આ નેકલેસમાં 200 કેરેટ રોઝ ગોલ્ડના બેસ પર લગભગ 91 વાઇટ ડાયમંડ લાગેલા છે, જેને કારણે આ નેકલેસની ખૂબસુરતી ઘણી વધી ગઇ.

આટલું જ નહિ આ નેકલેસ વર્ષ 2013માં એક્સિબિશનમાં પણ રાખવામાં આવ્યો હતો અને તે સમયે આની કિંમત હતી 55 મિલિયન ડોલર એટલે કે 450 કરોડ રૂપિયા. આ કિંમતના કારણે આ નેકલેસને ગિનીસ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન મળ્યું છે. જો કે કેટલાક અહેવાલોનું માનીએ તો પહેલા નીતા અંબાણી તેમની વહુને ખાનદાની જ્વેલરી આપવા માંગતા હતા, જે તેમને સાસુ કોકિલાબેન અંબાણી પાસેથી લગ્ન સમયે મળ્યા હતા. પરંતુ પાછળથી તેમણે પોતાનો વિચાર બદલી નાખ્યો અને શ્લોકા માટે ‘L’Incomparable’ નેકલેસ પસંદ કર્યો.

શ્લોકાને તો લગ્ન બાદ નીતા અંબાણીએ આ હાર ગિફ્ટ કર્યો હતો પરંતુ નીતા અંબાણીએ તેમની નાની વહુને તો પહેલા જ આ વસ્તુ આપી દીધી. મુકેશ અંબાણીની ભત્રીજી ઈશિતા સાલગાવકરના લગ્નમાં નીતા અંબાણીની નાની વહુ રાધિકા મર્ચન્ટે પણ હાજરી આપી હતી. આ સમય દરમિયાન, તેણે પેસ્ટલ ગુલાબી રંગનો લહેંગો પહેર્યો હતો, જે તેણે ફેશન ડિઝાઇનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી પસંદ કર્યો હતો. આ દરમિયાન બધાનું ધ્યાન એક જ વસ્તુ પર ગયુ હતુ અને તે હતો તેના ગળામાં લાખોની કિંમતનો નેકલેસ.

આ આઉટફિટ સાથે રાધિકાએ પોલ્કી અને ડાયમંડથી બનેલો ભવ્ય નેકપીસ પહેર્યો હતો, જે નીતા અંબાણીએ સોનમ કપૂર અને આનંદ આહુજાના લગ્નના રિસેપ્શન પર પહેર્યો હતો. આ પાર્ટી માટે નીતા અંબાણીએ ભારતીય પ્રખ્યાત ફેશન ડિઝાઈનર અબુ જાની સંદીપ ખોસલાના કલેક્શનમાંથી સુંદર સાડી પહેરી હતી, અને આ લુકને એ જ હીરા અને મોતીના હાર સાથે એક્સેસરાઇઝ કર્યો હતો જે રાધિકાએ તેની નણંદના લગ્નમાં પહેર્યો હતો અને લાઈમલાઈટ મેળવી હતી.

Shah Jina