બાપ રે અધધધધધધધ લાખનું જેકેટ પહેરી ઠંડી રોકે છે દેશના સૌથી ધનિક ઉદ્યોગપતિની પત્ની નીતા અંબાણી, જુઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીની ડાયરેક્ટર નીતા અંબાણી આ દિવસોમાં તેમના ફેશન સ્ટેટમેન્ટને લઇને ઘણી ચર્ચામાં બનેલી છે. જણાવી દઇએ કે, કેટલાક દિવસ પહેલા જ તેમના નાના દીકરા અનંત અંબાણીની બિઝનેસમેન વીરેન મર્ચેંટની દીકરી રાધિકા સાથે સગાઇ થઇ છે. જ્યાં પૂરી અંબાણી ફેમીલીનો ઘણો સુંદર અંદાજ જોવા મળ્યો હતો. જેમાં નીતા અંબાણીએ ઘણી સુંદર સાડી પહેરી હતી અને તેની ચર્ચા બધે જ થઇ હતી. પણ આ ઠંડી વચ્ચે નીતા અંબાણીની વિન્ટર ફેશન સેંસ ખૂબ વાયરલ થઇ રહી છે.

હાલમાં જ બે તસવીરો સામે આવી જેમાં નીતા અંબાણી સુંદર આઉટફિટમાં જોવા મળ્યા અને તે બાદ ઘણા લોકો વચ્ચે તેની ચર્ચા પણ થઇ. જણાવી દઇએ કે, એક ફેન પેજ દ્વારા નીતા અંબાણીની કેટલીક તસવીર શેર કરવામાં આવી છે. આ તસવીર નીતા અંબાણીની લંડન ટ્રિપની છે, જેમાં તેમનો જીનો વિન્ટર લુક વાયરલ થઇ રહ્યો છે. આ વિન્ટર લુકમાં તે હેરાન કરી દે તેવા અંદાજમાં જોવા મળી છે. આ તસવીરો ઇન્ટરનેટ પર સામે આવ્યા બાદ વાયરલ થઇ ગઇ છે.

એક તસવીરમાં જોઇ શકાય છે કે નીતા અંબાણીએ એક વ્હાઇટ શર્ટ પહેર્યો છો અને આ સાથે બ્લેક ફ્લોરલ જમ્પર પહેરી રાખ્યુ છે. જે બ્રાંડ લેબલ Dolce & Gabbanaનું છે. પણ જ્યારે લોકોએ આની કિંમત સાંભળી તો લોકોનો પરસેવો છૂટી ગયો. આની કિંમત 84,603 છે. ત્યાં બીજી તરફ તેમણે એક ખૂબસુરત ગ્રેઇશ કોટ પહેર્યો છો અને આ કોટ પહેરી તેમણે તેમનો વિન્ટર લુક કંપલીટ કર્યો છે. એટલું જ નહિ, નીતા અંબાણીનો આ ફર કોટ મશહૂર બ્રાંડનો છે, જેનું નામ Yues Salomon છે. જો તેની કિંમતની વાત કરીએ તો, 20 લાખ 70 હજાર રૂપિયા છે.

નીતા અંબાણીના આ વિન્ટર કલેક્શનથી લોકો ઘણા ઇમ્પ્રેસ થયા. પણ કિંમત સાંભળી દંગ પણ રહી ગયા. કેટલાક લોકોએ તો આ તસવીરો પર જોરદાર કમેન્ટ્સ પણ કરી અને આ તસવીરો સોશિયલ મીડિયા પર આગની જેમ વાયરલ થઇ ગઇ. જણાવી દઇએ કે, નીતા અંબાણી પોતાની સ્ટાઇલ સ્ટેટમેન્ટ માટે અવાર નવાર ચર્ચામાં રહે છે. નીતા અંબાણી ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કૂલની ફાઉન્ડર પણ છે. એટલું જ નહિ તે પોતાની જવાબદારીઓ ખૂબ જ સારી રીતે નિભાવે છે.

નીતા અંબાણી દુનિયાના આઠમાં સૌથી અમીર વ્યક્તિ મુકેશ અંબાણીની પત્ની હોવાની સાથે સાથે ત્રણ બાળકો, આકાશ, અનંત અને ઇશાની માતા પણ છે. તેમના મોટા દીકરા આકાશ અંબાણીના લગ્ન શ્લોકા મહેતા સાથે થયા હતા અને બંનેને એક પુત્ર પૃથ્વી અંબાણી છે. આ ઉપરાંત તેમની દીકરી ઇશા અંબાણીના લગ્ન આનંદ પીરામલ સાથે થયા હતા અને તેને એક પુત્ર અને એક પુત્રી એમ ટ્વીન્સ છે. આ સિવાય તેમના નાના દીકરા અનંત અંબાણીની હાલમાં જ રાધિકા મર્ચેંટ સાથે સગાઇ થઇ છે.

Shah Jina