નીતા અંબાણીના ગળાનો હાર જોઇ લાગ્યો ઝોરનો ઝાટકા, દુનિયામાં થઇ રહી છે ચર્ચા- જુઓ તસવીરો
આ દિવસોમાં અંબાણી પરિવારમાં ઉજવણીનો માહોલ છે. મુકેશ અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી ટૂંક સમયમાં તેની મંગેતર રાધિકા મર્જન્ટ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. લગ્ન પહેલા, ગુજરાતના જામનગરમાં કપલના પ્રી-વેડિંગ ફંક્શનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માત્ર દેશ જ નહિ પણ દુનિયાના મહેમાનોએ હાજરી આપી હતી. અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના ત્રણ દિવસના પ્રી-વેડિંગ ફંક્શનમાં અંબાણી પરિવાર ખૂબ જ શાનદાર દેખાઇ રહ્યો હતો પરંતુ સૌથી વધારે ધ્યાન દુલ્હે રાજાની માતા નીતા અંબાણીએ તેમના લુકથી ખેંચ્યું.
નીતા અંબાણીનું જ્વેલરી કલેક્શન એકદમ એક્સક્લુઝિવ હોય છે. પણ એક વસ્તુ જે ખૂબ જ સામાન્ય છે તે છે તેમનો એમેરાલ્ડ પ્રત્યેનો પ્રેમ. મિસિસ અંબાણી પાસે આ સુપર એક્સપેંસિવ સ્ટોન્સથી જડેલ એકથી એક જ્વેલરી પીસ છે અને દરેકની ડિઝાઈન પોતાનામાં ખાસ છે. 60 વર્ષીય નીતા અંબાણીએ તેમના પુત્રના પ્રી-વેડિંગ ફંક્શનના છેલ્લા દિવસે ખૂબ જ સુંદર સાડી પહેરી હતી.
ભારે ભરતકામવાળી ઓફ-વ્હાઈટ શેડની કાંજીવરમ સિલ્ક સાડીમાં નીતા અંબાણીના દેસી લુકની સોશિયલ મીડિયા પર ખૂબ ચર્ચા થઇ રહી છે. આ હાથવણાટની સાડી મનીષ મલ્હોત્રા દ્વારા ડિઝાઇન કરવામાં આવી હતી. એટલું જ નહીં, આ સાડી દક્ષિણ ભારતના સ્વદેશી કલાકારોએ હેન્ડલૂમ ટેકનિકનો ઉપયોગ કરીને તૈયાર કરી છે. આ સાથે નીતા અંબાણીએ નેકલેસ પહેર્યો હતો. તેમનો આ નેકલેસ જોઇ બધા આશ્ચર્યચકિત થઈ ગયા હતા.
ઓવરઓલ અપીયરેંસમાં રોયલ ટચ એડ કરતા જ્વેલરીમાં સૌથી ખાસ મિસિસ અંબાણીનો હાર હતો, જેમાં ના માત્ર નાના-નાના ડાયમંડ લાગ્યા હતા પરંતુ એમરાલ્ડ પણ જડેલા હતા. જો કે, સૌથી વધારે ધ્યાન તો વચ્ચે પેંડેટના રૂપમાં જડેલ સ્કવેર શેપ્ડ પન્નાએ ખેંચ્યુ. આની સાઇઝ ઘણી મોટી હતી અને કદાચ ક્યારેય આ સાઇઝના એમરાલ્ડને કોઇ પણ નેકલેસમાં પહેલા નથી જોવામાં આવ્યો. આવામાં નેકલેસ જોઇ ઝટકો તો લાગવાનો જ હતો.
નીતા અંબાણીએ હીરાથી જડેલ બંગળીઓ પહેરી હતી અને જેના વચ્ચે કસ્ટમ મેડ બ્રેસલેટ જેવા પાટલા હતા, જેમાં પન્ના પણ લગાવવામાં આવ્યા હતા. ત્યાં તેમની આંગળીમાં નજર આવેલ મોટી ડાયમંડ રિંગે પણ બધાનું ધ્યાન ખેંચ્યુ. નીતા અંબાણીએ જે જ્વેલરી પહેરી હતી તેની કિંમત ખૂબ જ વધારે છે, જો રિપોર્ટનું માનીએ તો નીતા અંબાણીનો નેકલેસ 400-500 કરોડનો હોવાનું કહેવાય છે. જો કે, આ કિંમતની પુષ્ટિ ગુજ્જુરોક્સ કરતુ નથી.