નીતા અંબાણીએ અનંત-રાધિકાના પ્રી વેડિંગમાં કર્યુ પરફોર્મ, વિશ્વંભરી સ્તુતિથી જીતી લીધુ દિલ, જુઓ વીડિયો
અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના પ્રી-વેડિંગ ફંક્શનમાં આખા બોલિવૂડે પરફોર્મ કર્યું હતું. રિહાનાથી લઈને એકન સુધીના ઘણા આંતરરાષ્ટ્રીય સ્ટાર્સે લાઈવ સ્ટેજ પરફોર્મન્સ પણ આપ્યું હતું. જો કે, મુકેશ અંબાણીની પત્ની નીતા અંબાણીએ પોતાના પરફોર્મન્સથી બધાને ઢાંકી દીધા હતા.
અનંત-રાધિકાના પ્રી-વેડિંગ ફંક્શનમાં નીતા અંબાણીનું પર્ફોર્મન્સ જોઈને બધા દંગ રહી ગયા હતા.નીતા અંબાણીએ તેમના પુત્ર અનંત અંબાણીના પ્રી-વેડિંગમાં વિશ્વંભરી સ્તુતિ પર સુંદર રજૂઆત કરી હતી. અનંત-રાધિકાનું પ્રી-વેડિંગ સેલિબ્રેશન ત્રણ દિવસ સુધી જામનગરમાં ચાલ્યું.
આ ફંક્શનના છેલ્લા દિવસે એટલે કે રવિવારની રાત્રે મહા આરતી સાથે કેટલાક વિશેષ પ્રદર્શન થયા, શાહરૂખ ખાનથી લઈને સલમાન ખાન સહિત ઘણા સ્ટાર્સે પોતાના શાનદાર પરફોર્મન્સથી ધૂમ મચાવી દીધી. અનંત-રાધિકાના પ્રી-વેડિંગમાં નીતા અંબાણીએ તેમના નાના પુત્ર અને થવાવાળી પુત્રવધૂ માટે ભક્તિ ગીત વિશ્વંભરી સ્તુતિ પર તેમના શાસ્ત્રીય નૃત્ય દ્વારા દરેકના દિલ જીતી લીધા.
આ નૃત્યનો વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં નીતા અંબાણી પરંપરાગત સાડીમાં સુંદર ડાન્સ કરતા જોવા મળે છે. સોશિયલ મીડિયા પર યુઝર્સે કહ્યું કે વીડિયો જોયા પછી એવું લાગે છે કે આ કોઈ ફિલ્મનો સેટ છે અને નીતા અંબાણી કોઈ હીરોઈન છે. નીતા અંબાણીના ગ્રેસ અને ડાન્સ સ્ટેપ્સે બધાને મંત્રમુગ્ધ કરી દીધા હતા.
આ ઉપરાંત અનંત-રાધિકાના પ્રી-વેડિંગ બેશના ત્રીજા દિવસે રાધિકા મર્ચન્ટની ગ્રેન્ડ એન્ટ્રી થઇ હતી, તેણે K3Gના ગીત દેખા તેનુ પહેલી પહેલી બાર વે પર અનંત માટે ડાંસ પણ કર્યો હતો, આ દરમિયાનનો પણ વીડિયો સામે આવ્યો છે. જેમાં તે સુંદર ગોલ્ડન લહેંગામાં અનંત તરફ જતી જોવા મળી રહી છે.
જુઓ નીતા અંબાણીનો ડાંસ વીડિયો
Smt Nita Mukesh Ambani performing traditional Shri Ganesh Vandana at son Anant Ambani’s Pre Wedding festivities in Jamnagar ✨#AmbaniPreWedding #AnantRadhikaHastakshar #AnantRadhikaWedding pic.twitter.com/HmWCAk9Lox
— AkashMAmbani (@AkashMAmbani) March 3, 2024
જુઓ રાધિકાની ગ્રેન્ડ એન્ટ્રી અને અનંત માટેનો તેનો ડાંસ
View this post on Instagram