પરિણિત સાથે સંબંધ રાખવા પર ફિલ્મોમાં લાગ્યો બેન તો આ અભિનેત્રીએ કરી લીધા લગ્ન, 4 દિવસ સુધી ચાલ્યુ હતુ મેરેજ સેલિબ્રેશન

પરિણિત હીરો સાથેના લફરાંએ ખત્મ કરી દીધુ આ અભિનેત્રીનું કરિયર, અત્યારે જુઓ આવી દેખાય છે

નિકિતા ઠુકરાલ સાઉથ ફિલ્મ ઇન્ડસ્ટ્રીનું ચર્ચિત નામ છે. તેણે તેના કરિયરમાં ઘણી બ્લોકબસ્ટર ફિલ્મ આપી છે. તમિલ, તેલુગુુ, કન્નડ અને મલયાલમ ભાષાઓની ફિલ્મોમાં તેણે દમદાર અભિનયથી ઘણુ નામ કમાવ્યુ છે. પરંતુ એક પરિણિત અભિનેતા સાથેના અફેરે તેનું કરિયર બરબાદ કરી દીધુ.

વર્ષ 2002માં નિકિતાએ ફિલ્મોમાં ડેબ્યુ કર્યુ હતુ. તે ઘણી જલ્દી લોકપ્રિય થઇ ગઇ હતી. સાથે ફિલ્મ કરવા દરમિયાન તે અભિનેતા ટી દર્શન સાથે રિલેશનશિપમા આવી ગઇ. ટી દર્શન પરિણિત હતા.

અફેરની ખબરો જયારે ટી દર્શનની પત્નીને ખબર પડી તો તેણે ઘણો હંગામો કર્યો હતો. પતિ વિરૂદ્ધ તેણે ઘરેલુ હિંસાનો આરોપ લગાવ્યો હતો અને નિકિતાને દોષી ગણાવી હતી. આ મામલો મીડિયામાં ઘણો ઉછળ્યો હતો. ફિલ્મ એસોસિએશને તો નિકિતા પર ત્રણ વર્ષનો બેન લગાવી દીધો હતો.

નિકિતાનું કરિયર બેનએ બરબાદ કરી દીધુ હતુ અને તેને ફિલ્મો મળવાની બંધ થઇ ગઇ હતી. બેન બાદ વર્ષ 2016માં નિકિતાએ બિઝનેસમેન ગગનદીપ સિંહ માગો સાથે લગ્ન કરી લીધા અને સિનેમા જગતને અલવિદા કહી દીધુ.

નિકિતા અને ગગનદીપ એક ખૂબ જ પ્રેમાળ દીકરીના પેરેન્ટ્સ છે. ફિલ્મોથી દૂર થયા બાદ નિકિતા ઠુકરાલ કન્નડ બિગબોસમાં જોવા મળી હતી. જો કે, બિગબોસ પણ તેના કરિયરને બીજીવાર જીવિત કરી શક્યુ નહિ.

અભિનેત્રી અને મોડલ નિકિતા ઠુકરાલે મુંબઇના બિઝનેસમેન ગગનદીપ સાથે 8 ઓક્ટોબર 2016ના રોજ લગ્ન કર્યા હતા. નિકિતાના લગ્નનું જશ્ન ચાર દિવસ સુધી ચાલ્યુ હતુ. મહંદી સેરેમનીથી શરૂ થયેલ ફંક્શન સંગીત, લગ્ન અને રિસેપ્શન પર ખત્મ થયુ હતુ.

નિકિતા અને ગગને ગુરુદ્વારામાં લગ્ન કર્યા હતા. લગ્નના દિવસે નિકિતા ચમકીલા ગુલાબી રંગનો લાલ લહેંગો અને ગોલ્ડ એમ્બ્રોડરી વાળા જોડામાં જોવા મળી હતી. ગગન ક્રીમ અને ગોલ્ડન શેરવાનીમાં જોવા મળ્યા હતા. લગ્ન બાદ ગગન અને નિકિતાનું મુંબઇની 5 સ્ટાર હોટલમાં રિસેપ્શન થયુ હતુ.

Shah Jina