બોલિવૂડના જાણિતા સિંગર જુબિન નૌટિયાલ અને અભિનેત્રી નિકિતા દત્તા વચ્ચેના ડેટિંગના સમાચાર સતત હેડલાઇન્સમાં રહે છે. ત્યારે હવે જુબિન અને નિકિતાની સગાઇની તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.
જુબિન અને નિકિતાના લગ્નને લઈને મીડિયામાં પહેલેથી જ ઘણી અફવાઓ ચાલી રહી છે. સોશિયલ મીડિયા પર બંનેની જે તસવીરો વાયરલ થઈ રહી છે તેમાં જુબિન નિકિતા દત્તાને વીંટી પહેરાવતો જોવા મળી રહ્યો છે. ઘણા સમયથી બંનેના લગ્નના સમાચાર આવી રહ્યા છે. જુબિને થોડા દિવસો પહેલા આ સંબંધ વિશે પોતાનું મૌન તોડ્યું હતું.
બંનેની રીંગ એક્સચેનજ કરતી તસવીરો સામે આવ્યા બાદ ચાહકો અનુમાન લગાવી રહ્યા છે કે બંનેએ સીક્રેટ સગાઈ કરી લીધી છે. સગાઈની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે જુબિન અને નિકિતાની સગાઈ 24 માર્ચે થઈ હતી. વાયરલ થઈ રહેલી આ તસવીરોમાં જુબિન હાથમાં વીંટી પકડેલો જોવા મળી રહ્યો છે અને નિકિતાનો હાથ તેના હાથમાં છે.
બીજી તસવીરમાં જુબિન ઘૂંટણ પર બેસીને નિકિતાને વીંટી પહેરાવી રહ્યો છે. આ દરમિયાન જુબિને શેરવાની પહેરી છે અને નિકિતાએ લહેંગો પહેર્યો છે.જોકે, બંને દ્વારા સગાઈની સત્તાવાર પુષ્ટિ કરવામાં આવી નથી. ઉલ્લેખનીય છે કે, બંનેએ તેમના આગામી પ્રોજેક્ટની ઝલક તેમના સોશિયલ મીડિયા પર તેમના ચાહકો સાથે શેર કરી છે. આ તસવીરોમાં બંનેને હસતાં અને શાનદાર પોઝમાં જોઈ શકાય છે.
View this post on Instagram
જુબિને જણાવ્યું કે તેનું આગામી ગીત ‘મસ્ત નજરો સે’ 31 માર્ચ 2022ના રોજ રિલીઝ થવા જઇ રહ્યુ છે. થોડા સમય પહેલા જ બંને મુંબઈના જુહુ વિસ્તારમાં એક કોફી શોપમાં સાથે જોવા મળ્યા હતા, જે બાદ આ અફવાઓએ જોર પકડ્યું હતું. સોશિયલ મીડિયા પર ચાલી રહેલા આ અહેવાલો પર જુબિને કહ્યું હતું કે, અમે ગપસપનો વિષય બનવા માંગતા નથી.