પ્લેન, ગન, નાઈટ વિઝન ગોગલ્સ… તાલિબાનના હાથમાં લાગ્યા એવા અમેરિકી હથિયારો જે મચાવી શકે છે મોટી તબાહી

અમેરિકાના એવા એવા સિક્રેટ હથિયાર તાલિબાનને હાથે લાગી ગયા કે હવે….જાણો વિગત

તાલિબાન દ્વારા અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લેવામાં આવ્યો છે, ત્યારે હવે અફઘાની લોકોમાં પણ ભયનો માહોલ ફેલાઈ ગયો છે, તાલિબાનના કબ્જા બાદ તેમના હાથમાં એવી વસ્તુઓ લાગી છે જે ચિંતાનો વિષય છે. લગભગ એક મહિના પહેલા અફઘણઈસ્તાનના રક્ષા મંત્રલાય દ્વારા સોશિયલ મીડિયામાં પોસ્ટ કરવામાં આવી હતી. જેમાં જણાવવામાં આવ્યા યુહતું કે અમેરિકાએ તેમના માટે 7 નવા હેલીકૉપ્ટર મોકલ્યા છે. (તમામ તસવીરો કબ્જા પહેલાની છે)

આ નિવેદનના થોડા દિવસ બાદ જ તાલિબાને અફઘાનિસ્તાન ઉપર કબ્જો કરી લોધો. અને અફઘાન સેનાએ પણ ભાગી ગઈ. હવે અમેરિકાએ મોકલેલા હથિયાર અને હેલીકૉપ્ટર તાલિબાન પાસે છે. આ કબ્જા દરમિયાન સોશિયલ મીડિયામાં ઘણા વીડિયો પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે તાલિબાની લડાકુઓ નવી તકનીકની ગાડીઓ, નવા હથિયાર, કમ્યુનિકેશન ગિયર અને મિલિટરી ડ્રોનને પણ જોતા નજર આવે છે.

રોયટર્સના રિપોર્ટ પ્રમાણે નામ ના છાપવાની શરતે જણાવવામાં આયવું કે કબ્જા પહેલા જે કંઈપણ નષ્ટ નથી કરવામાં આવ્યું તે તાલિબાનના હાથમાં છે.  રિપોર્ટ અનુસાર ઘણા અમેરિકી અધિકારીઓનું કહેવું છે કે તે એ વાતથી ચિંતિત છે કે તાલિબાન તેમના હથિયારોનો ઉપયોગ લોકોને મારવા માટે કરી શકે છે.

મીડિયા રિપોર્ટ અનુસાર એક અધિકારીએ જણાવ્યું કે હજુ સુધી કોઈ નિશ્ચિત સંખ્યા નથી. પરંતુ એક આકલન પ્રમાણે તાલિબાને 2000થી વધારે આર્મ્ડ વ્હિકલ, યુએસ હ્યુમવેસ અને યુએચ-60 બ્લેક હોક્સ, સ્કાઉટ એટેક હેલીકૉપ્ટર, સ્કૅનઈગલ મિલેટ્રી ડ્રોન સહીત 40 એરક્રાફ્ટ ઉપર કબ્જો કરી લીધો છે.

વર્ષ 2002થી લઈને વર્ષ 2017ની વચ્ચે અમેરિકાએ અફઘાન સેનાને ઘણા હથિયારો આપ્યા હતા, જેમાં બંદુકો, રોકેટ, નાઈટ વિઝન ગોગલ્સ અને અહીંયા સુધી કે ગુપ્ત જાણકારી માટે નાના ડ્રોન પણ સામેલ હતા. પરંતુ આ બધું હવે તાલિબાનના હાથમાં આવી ગયું છે.

Niraj Patel