ટીવીની સૌથી બોલ્ડ અભિનેત્રીએ કર્યો ધડાકો: નવી તસવીરો જોઈને ફેન્સ થયા લટ્ટુ

નિયાની આ 7 PHOTOS જોઈને ફેન્સ થયા પરસેવે રેબઝેબ, ઉફ્ફ્ફ શું હોટનેસ છે…!!!

ટીવી અભિનેત્રી અને “નાગિન” ફેમ નિયા શર્મા આ દિવસોમાં તેના બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. ટીવીની નાગિન ચાહકો વચ્ચે તેના બોલ્ડ અને સેંસેશનલ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

નિયા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે તેની હોટ અને બોલ્ડ તસવીરો શેર કરતી રહે છે. અભિનેત્રીની બોલ્ડ તસવીરોને સોશિયલ મીડિયા પર ઘણી પસંદ કરવામાં આવે છે.

હાલમાં જ અભિનેત્રીએ ઇન્સ્ટાગ્રામ પર તેની તસવીરો શેર કરી છે, જેમાં તે ખૂબ જ બોલ્ડ અંદાજમાં પોઝ આપતી જોવા મળી રહી છે. નિયાએ કોલાજ તસવીરો શેર કરી છે. એક તસવીરમાં તે બ્લેક બ્રાલેટમાં જોવા મળી રહી છે અને બીજી તસવીરમાં તે અલગ અલગ લુકમાં જોવા મળી રહી છે.

નિયા શર્માએ જે કોલાજ તસવીર શેર કરી છે તેમાં તે બ્લેક અને વ્હાઇટ આઉટફિટમાં જોવા મળી રહી છે. આ તસવીરોમાં તેનો ગ્લેમરસ અંદાજ ચાહકોને ચકિત કરી રહ્યો છે.

નિયાની આ તસવીરો પર અભિનેત્રી અદા ખાન અને પવિત્રા રિશ્તા ફેમ આશા નેગીએ પણ કમેન્ટ કરી છે. આ ઉપરાંત ચાહકો પણ કમેન્ટમાં ફાયર ઇમોજી શેર કરી રહ્યા છે.

નિયાએ આ તસવીરો શેર કરતાની સાથે કેપ્શનમાં લખ્યુ છે કે, કયારેક કયારેક જયારે કારણ વગર સ્પેશિયલ ઓકેશનની તસવીર શેર કરવામાં આવે તે તેને ‘એવેંહી’ કહે છે.

તમને જણાવી દઇએ કે, થોડા સમય પહેલા જ નિયા તેના મિત્ર પર્લ વી પુરીના સપોર્ટમાં ઉતરી હતી. આ દરમિયાન બિગબોસ 14 ફેમ દેવોલીના ભટ્ટાચાર્જીથી તેની ચર્ચા થતી પણ જોવા મળી હતી.

નિયાના વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો તે છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

નિયા જમાઇ રાજા, ઇશ્ક મેં મરજાવા, એક હઝારો મેં મેરી બહેના હે જેવા ટીવી શોમાં કામ કરી ચૂકી છે. સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે.

Shah Jina