નિયા શર્મા ડીપ નેક ડ્રેસમાં થઇ શુટિંગ લોકેશન પર સ્પોટ, વારંવાર સંભાળતી નજર આવી ડ્રેસ, યુઝરે કહ્યુ- ખૂબ જ વાહિયાત…

નિયા શર્માએ એવો ડ્રેસ પહેર્યો કે વારંવાર સંભાળતી નજરે આવી…ફેન્સ બોલ્યા આ તો ઉગાડી થઈને…જુઓ PHOTOS

ટીવીની સેંસેશન બની ચૂકેલી અભિનેત્રી નિયા શર્મા હંમેશા તેના બોલ્ડ અને બેબાક લુકને લઇને સોશિયલ મીડિયા પર ચર્ચામાં છવાયેલી રહેતી હોય છે. નિયા શર્મા તેના પ્રોજેક્ટ્સથી વધારે તો તેની બોલ્ડનેસને કારણે છવાયેલી રહેતી હોય છે.

ચાહકો તેના અભિનયની સાથે સાથે તેની દિલકશ અદાઓના પણ દીવાના થતા રહેતા હોય છે. નિયા શર્મા ઘણીવાર તેના લુકને કારણે ટ્રોલ થઇ ચૂકી છે. અભિનેત્રી સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને તે અવાર નવાર તેની ગ્લેમરસ અને બોલ્ડ તસવીરોથી ઇન્ટરનેટ પર સનસની મચાવતી રહે છે.

નિયાને હાલમાં જ પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવી હતી. આ દરમિયાન તે વ્હાઇટ શોર્ટ ડ્રેસમાં જોવા મળી હતી. નિયા શર્મા શુટિંગ લોકેશન પર વનપીસ વ્હાઇટ રિવિલીંગ ડ્રેસમાં નજર આવી હતી. આ લુક સાથે તેણે બ્લેક ગોગલ્સ લગાવેલા હતા. સેલિબ્રિટી ફોટોગ્રાફર વિરલ ભયાણીએ નિયા શર્માનો આ વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.

નિયાના આ વીડિયો પર ચાહકોએ લાઇક્સ અને કમેન્ટોનો વરસાદ કરી દીધો છે. નિયાના આ લુકને કારણે કેટલાક યુઝર્સ દ્વારા ટ્રોલ પણ કરવામાં આવી છે. એક યુઝરે કહ્યુ કે, ઘણી જ ખરાબ લાગી રહી છે. એક અન્ય યુઝરે લખ્યુ કે, માત્ર એક શબ્દોમાં આની ડ્રેસિંગ સેંસ વિશે કહુ તો…વાહિયાત. ત્યાં જ એક અન્ય યુઝરે લખ્યુ, કૃષ્ણા અભિષેકની જેમ લાગી રહી છુ.

નિયા શર્માને વર્ષ 2011માં “એક હઝારો મેં મેરી બહેન હે” ટીવી શોથી પોપ્યુલારિટી મળી હતી. તે બાદ જમાઇ રાજા પછી તો તેણે પાછળ વળી ન જોયુ. આ સમયે નિયા રાહુલ વૈદ્ય સાથે એક મ્યુઝિલ વીડિયો “ગરબે કી રાત” કરી રહી છે.

ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક નિયા શર્મા તેના બોલ્ડ અને બેબાક અંદાજ ઉપરાંત તેની ફેશન સ્ટાઇલ માટે જાણિતી છે. નિયા શર્મા અને રાહુલ વૈદ્યનું અપકમિંગ નવરાત્રી ગીત “ગરબે કી રાત” 8 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગતા રીલિઝ થવાનું છે. બંને આ દિવસોમાં ગીતના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને ઝી કોમેડી શોમાં નજર આવ્યા હતા.

આ શોમાં નિયાનો લુક ખૂબ જ જબરદસ્ત નજર આવ્યો હતો. તેની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે. નિયાએ બ્લેક ક્રોપ ટોપ સાથે બ્લેક અને વ્હાઇટ લોન્ગ સ્કર્ટ પહેર્યો હતો. આ લુકમાં નિયા ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. આ સાથે તેણે હેવી સિલ્વર નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ કેરી કરી હતી. નિયા અને રાહુલે સેટ બહાર મીડિયાને પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન નિયાની સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચી લીધુ હતુ.

નિયાનો આ લુક ગરબા માટે એકદમ પરફેક્ટ નજર આવી રહ્યો હતો. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકોના દિલમાં તો આગ લાગવા લાગી હતી. નિયાને આ અંદાજમાં જોઇ એક યુઝરે કમેન્ટ કરી હતી કે, કોઇ એસી તો ચાલુ કરી દો.

નિયાએ આ લુકની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો શેર કર્યાના થોડા જ કલાકમાં આ તસવીરોને 2 લાખ લાઇક પણ મળી ગઇ હતી. ત્યાં જ ચાહકો નિયાના આ નવા લુક પર ફિદા થઇ રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં તેની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે.

નાના પડદાની મશહૂર અભિનેત્રી નિયા શર્મા ઘણીવાર તેની ગ્લેમરસ તસવીરોને કારણે લાઇમલાઇટમાં રહે છે. નિયા શર્મા તેની બોલ્ડ ફેશનને કારણે ઘણીવાર લાઇમલાઇટમાં રહેતી હોય છે. તેના હોટ લુક અને ડ્રેસિંગ સેંસના ચાહકો દીવાના થઇ જતા હોય છે. આ જ કારણ છે કે અદાકારાના ગ્લેમરસ અને બોલ્ડ લુક મિનિટોમાં વાયરલ થઇ જતા હોય છે.

 

View this post on Instagram

 

A post shared by Bollywood Pap (@bollywoodpap)

Shah Jina