નિયા શર્માનો નવરાત્રી લુક વાયરલ, બોલ્ડ અંદાજ જોઇ ચાહકો બોલ્યા- કોઇ AC ચાલુ કરી દો પ્લીઝ…

નિયા શર્માનું પાછળ ખુલ્લું ખુલ્લું દેખાયું…7 PHOTOS જોતા જ ફેન્સ થયા ઘેલા

ટીવીની પોપ્યુલર અભિનેત્રીઓમાંની એક નિયા શર્મા તેના બોલ્ડ અને બેબાક અંદાજ ઉપરાંત તેની ફેશન સ્ટાઇલ માટે જાણિતી છે. નિયા શર્મા અને રાહુલ વૈદ્યનું અપકમિંગ નવરાત્રી ગીત “ગરબે કી રાત” 8 ઓક્ટોબરના રોજ સવારે 11 વાગતા રીલિઝ થવાનું છે. બંને આ દિવસોમાં ગીતના પ્રમોશનમાં વ્યસ્ત છે. ગત રાત્રે બંને ઝી કોમેડી શોમાં નજર આવ્યા હતા. આ શોમાં નિયાનો લુક ખૂબ જ જબરદસ્ત નજર આવ્યો હતો. તેની આ દરમિયાનની તસવીરો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Telly Talk (@tellytalkindia)

નિયાએ બ્લેક ક્રોપ ટોપ સાથે બ્લેક અને વ્હાઇટ લોન્ગ સ્કર્ટ પહેર્યો હતો. આ લુકમાં નિયા ઘણી જ ખૂબસુરત લાગી રહી હતી. આ સાથે તેણે હેવી સિલ્વર નેકપીસ અને મેચિંગ ઇયરિંગ્સ કેરી કરી હતી. નિયા અને રાહુલે સેટ બહાર મીડિયાને પોઝ પણ આપ્યા હતા. આ દરમિયાન નિયાની સ્ટાઇલે બધાનું ધ્યાન ખેંચી લીધુ હતુ.

 

View this post on Instagram

 

A post shared by Anjali kapoor (@anjalikapoor831)

નિયાનો આ લુક ગરબા માટે એકદમ પરફેક્ટ નજર આવી રહ્યો હતો. નિયાની આ તસવીરો સોશિયલ મીડિયા પર વાયરલ થતા જ ચાહકોના દિલમાં તો આગ લાગવા લાગી હતી. નિયાને આ અંદાજમાં જોઇ એક યુઝરે કમેન્ટ કરી હતી કે, કોઇ એસી તો ચાલુ કરી દો.

નિયાએ આ લુકની ઘણી તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે. તસવીરો શેર કર્યાના થોડા જ કલાકમાં આ તસવીરોને 2 લાખ લાઇક પણ મળી ગઇ હતી. ત્યાં જ ચાહકો નિયાના આ નવા લુક પર ફિદા થઇ રહ્યા છે અને કમેન્ટ બોક્સમાં તેની ઘણી પ્રશંસા પણ કરી રહ્યા છે.

આ તસવીરોને જોઇ સ્ટાર પ્લસ ધારાવાહિક અનુપમામાં વનરાજનો રોલ પ્લે કરતા સુધાંશુ પાંડે પણ પોસ્ટ પર કમેન્ટ કરવાથી પોતાને ન રોકી શક્યા તેમણે અભિનેત્રીની પ્રશંસા કરતા લખ્યુ કે, વાતમાં દમ છે. નિયાનો આ લુક ગરબા નાઇટ માટે પરફેક્ટ છે.

 

View this post on Instagram

 

A post shared by “_” (@niasharma.fanclub)

નિયા શર્મા તેની બોલ્ડ અદાઓને કારણે ચર્ચામાં બની રહે છે. અભિનેત્રીને ધારાવાહિક “જમાઇ રાજા”થી ઘણી પોપ્યુલારિટી મળી હતી. આ પહેલા તે “એક હઝારો મેં મેરી બહેના હે”માં જોવા મળી હતી. આ બંને શોમાં લોકોએ તેને ઘણી પસંદ કરી હતી. સાથે જ તે હમનવાં, રૂબરૂ, એ અજનબી અને અખિયા દા ઘર જેવા મ્યુઝિક વીડિયોનો પણ હિસ્સો રહી છે. નિયા છેલ્લે “નાગિન 5″માં કામ કરતી જોવા મળી હતી. તેમાં તે બ્રિંદાનો રોલ પ્લે કરી રહી હતી. પરંતુ લોકડાઉન ફેજમાં લો ટીઆરપીને કારણે શો બંધ કરવો પડ્યો હતો.

 

View this post on Instagram

 

A post shared by Nia Sharma (@niasharma90)

નિયાની વેબ સીરીઝ “જમાઇ રાજા 2.0” આવી. તે સ્ટંટ રિયાલિટી શો “ખતરો કે ખિલાડી”માં પણ જોવા મળી ચૂકી છે. નિયાએ ત્યારે સનસની મચાવી દીધી હતી જયારે વિક્રમ ભટ્ટની વેબ સીરીઝ ટ્વિસ્ટેડમાં તેણે ફીમેક કો-એક્ટ્રેસ ઇશા શર્મા સાથે લિપ લોક સીન આપ્યો હતો. “નાગિન” ફેમ નિયા શર્મા આ દિવસોમાં તેના બોલ્ડ ફોટોશૂટથી સોશિયલ મીડિયા પર તહેલકો મચાવી રહી છે. ટીવીની નાગિન ચાહકો વચ્ચે તેના બોલ્ડ અને સેંસેશનલ અંદાજને કારણે ચર્ચામાં રહે છે.

 

View this post on Instagram

 

A post shared by A_dishul (@a_dishul)

નાના પડદાની મશહૂર અભિનેત્રી નિયા શર્મા સોશિયલ મીડિયા પર ઘણા એક્ટિવ રહે છે અને તે અવાર નવાર ચર્ચામાં રહેતી હોય છે. તે તેના સ્ટાઇલિશ અને બોલ્ડ અવતાર માટે જાણિતી છે. નિયા સોશિયલ મીડિયા પર ઘણીવાર તસવીરો અને વીડિયો શેર કરતી રહે છે, જે ખૂબ વાયરલ થાય છે.

Shah Jina