દીવાળી પર પતિ રવિન્દ્ર ચંદ્રશેખરન સાથે ફટાકડા ફોડતી જોવા મળી ખૂબસુરત અભિનેત્રી મહાલક્ષ્મી- શેર કર્યો વીડિયો

જાણિતા ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરન અને સાઉથની મશહૂર-ખૂબસુરત અભિનેત્રી મહાલક્ષ્મી થોડા સમય પહેલા જ લગ્નના બંધનમાં બંધાયા હતા. તેઓએ પરિવાર અને નજીકના મિત્રોની હાજરીમાં ફેરા ફર્યા હતા. ત્યારે લગ્ન બાદ અભિનેત્રી તેના પતિ સાથે પહેલી દીવાળી સેલિબ્રેટ કરી હતી. તેણે એક વીડિયો પણ ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે. જેમાં તે તેના પતિ રવિન્દ્ર ચંદ્રશેખરન સાથે ફટાકડા ફોડતી જોવા મળી રહી છે.

આ વીડિયોમાં અભિનેત્રી સલવાર સૂટમાં જોવા મળી રહી છે. તેણે આ લુક સાથે તેના વાળ ખુલ્લા રાખ્યા છે. ત્યાં અભિનેત્રીનો પતિ શર્ટ અને લુંગીમાં જોવા મળી રહ્યો છે. આ જ લુકમાં ફિલ્મમેકર રવિન્દ્ર ચંદ્રશેખરને પત્ની મહાલક્ષ્મી સાથે બે તસવીરો પણ શેર કરી છે, જેમાંથી એક તસવીરમાં મહાલક્ષ્મી પતિ રવિન્દ્ર ચંદ્રશેખરનને પ્રેમથી નિહાળતી જોવા મળી રહી છે.

જણાવી દઇએ કે, મહાલક્ષ્મીના રવિન્દ્ર ચંદ્રશેખરન સાથે બીજા લગ્ન હતા. આ પહેલા અભિનેત્રીએ અનિલ સાથે લગ્ન કર્યા હતા. આ લગ્નથી તેને અક દીકરો પણ છે. લગ્ન બાદ બંને વચ્ચે વધારે વિવાદ થયો, જેને કારણે અભિનેત્રીએ પોતાનો રસ્તો અનિલથી અલગ કરી લીધો. પરંતુ હવે તેને રવિન્દ્ર ચંદ્રશેખરનના રૂપમાં હમસફર મળી હયો છે. બંનેની પહેલી મુલાકાત ‘વિદિયુમ વરઇ કથિરુ’ દરમિયાન થઇ હતી. 

આ દરમિયાન બંને વચ્ચે નજીકતા વધતી ગઇ અને બંને હવે એકબીજાના જીવનસાથી બની ચૂક્યા છે. મહાલક્ષ્મીએ તેના લગ્નની તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરી હતી. જેમાં તેણે લખ્યુ હતુ- મારા જીવનમાં તમને મેળવીને હું પોતાને ભાગ્યશાળી માનુ છું, તમે મારુ જીવન પ્રેમથી ભરી દીધુ. લવ યુ અમ્મુ ! 

ઉલ્લેખનીય છે કે, મહાલક્ષ્મી વાણી રાની, ચેલ્લામય, ઓફિસ, અરસી, થિરુ-મંગલમ, યામિરુક્કા બયામેન અને કેલાડી કનમની જેવી સીરિયલમાં નજર આવી ચૂકી છે. ત્યાં રવિન્દ્ર ચંદ્રશેખરન નાલનમ નંદિનીયમ, સુટ્ટા કઢાઇ, નત્પુના એન્નાનુ થેરિયુમા અને મુરંગકાઇ ચિપ્સ જેવી ફિલ્મોનું નિર્માણ કરી ચૂક્યા છે.

Shah Jina