આ મેટરને લીધે કંટાળેલી પરણિતા મોતને ભેટી, 4 મહિનાનું બાળક થયુ માં વિનાનું

Delhi Dowry Death: ગુજરાત સહિત દેશભરમાંથી હત્યાના મામલા સામે આવે છે. ઘણીવાર આવા મામલામાં અંગત અદાવત તો ઘણીવાર પ્રેમ સંબંધ કે અવૈદ્ય સંબંધ સહિત પરણિતા પર સાસરિયાઓનો અત્યાચાર અને માનસિક-શારીરિક હેરાનગતિ અને દહેજ જેવા કારણો હોય છે. ત્યારે હાલમાં દિલ્હીના અશોક નગરથી એક દર્દનાક સમાચાર સામે આવ્યા. અહીં એક પરિણીત મહિલાનું શંકાસ્પદ સંજોગોમાં મોત થયું. રિપોર્ટ અનુસાર મહિલાએ આત્મહત્યા કરી છે પણ પરિવારનું કહેવું છે કે તેમની દીકરીની હત્યા કરવામાં આવી છે.

હાલમાં જ્યોતિ નગર પોલીસ સ્ટેશનમાં મહિલાના સાસરિયાઓ વિરુદ્ધ દહેજ ઉત્પીડન અને અન્ય કલમો હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે. પોલીસે પતિને કસ્ટડીમાં લીધો છે અને આગળની કાર્યવાહી કરવામાં આવી રહી છે. મૃતક શિલ્પી તેના સાસરિયાઓ સાથે અશોક નગરમાં રહેતી હતી, તેના લગ્ન 18 મે 2022ના રોજ અંકિત ધારિયા સાથે ધામધૂમથી થયા હતા. લગ્નના થોડા દિવસો સુધી તો બધું સામાન્ય રહ્યું. પરિવારના સભ્યોને પણ લાગ્યું કે દીકરી તેના ઘરમાં સ્થાયી થઈ ગઇ છે પણ આરોપ છે કે આ પછી શિલ્પીને હેરાન કરવામાં આવી હતી.

શિલ્પીના પરિવારજનોનું કહેવું છે કે તેમણે તેમની હેસિયત પ્રમાણે છોકરાઓને દહેજ આપ્યું હતું. આ પછી પણ અંકિત અને તેનો પરિવાર શિલ્પીને દહેજ માટે ત્રાસ આપતા હતા. તેણે કેટલાક મહિનાઓ સુધી ચુપચાપ સહન કર્યું પણ જ્યારે મામલો વધી ગયો ત્યારે તેણે પિયર ફોન કરીને આ વિશે જાણ કરી. પરિવારનું કહેવું છે કે સાસરિયાઓ શિલ્પી સાથે મારપીટ કરતા હતા. તેની સાસુ તેને દહેજ માટે ત્રાસ આપતી હતી. પરિવારનો એવો પણ આરોપ છે કે શિલ્પીને તેમને મળવા દેવામાં નહોતી આવતી અને તેને પિયર આવવાની પરવાનગી પણ નહોતી.

Image source

તેઓ શિલ્પીને દહેજ માટે ટોણા મારતા અને ઘણી વખત માર માર્યા બાદ શિલ્પીએ રડતા રડતા પિયર ફોન પણ કર્યો છે. શિલ્પીએ કહ્યુ હતુ કે આ લોકો તેને મારી નાખશે. શિલ્પીના પરિવારનું એમ પણ કહેવું છે કે તેની માતા સહિત તેની મોટી નણંદ અને દિયર પણ તેને ટોર્ચર કરતા હતા. શિલ્પીના પિતાનું કહેવું છે કે તેઓએ મારી પુત્રીને ઘરે આવવા દીધી ન હતી અને તેને ત્રાસ આપતા હતા. જ્યારે શિલ્પીએ અમને તેની સાથે થઈ રહેલ આ બધી હરકત વિશે જણાવ્યું, ત્યારે અમે તેના સાસરિયાઓ સાથે વાત કરી. તેઓએ દરેક વખતે માફી માંગી અને કહ્યું કે આવું ફરી નહીં થાય.

File Pic

જ્યારે અમે શિલ્પીને ઘરે લાવ્યા ત્યારે તેઓએ આવીને માફી માગી અને કહ્યુ કે ભવિષ્યમાં આવું નહીં થાય.આ બધાની વચ્ચે શિલ્પીએ બાળકને જન્મ આપ્યો. બધાને લાગતું હતું કે હવે બધું સારું થઈ જશે, પરંતુ બાળકના જન્મ પછી તેમની માંગ વધી. શિલ્પી ખૂબ જ પરેશાન થવા લાગી અને અંતે તે મૃત્યુ પામી. જો કે, ઘટના બાદ પોલીસે શિલ્પીના પતિને કસ્ટડીમાં લીધો છે. શિલ્પીના મૃત્યુ બાદ હવે તેનું 4 મહિનાનું બાળક મા વિનાનું થઇ ગયુ છે.

Shah Jina