કોરોનાની વચ્ચે વૈજ્ઞાનિકોએ આપી ખુબ જ ઘાતક વાયરસની ચેતવણી, થઇ શકે છે 7.5 કરોડ લોકોના મોત

કોરોના કરતા વધુ ખતરનાક નવો વાયરસ: જાણો સમગ્ર વિગત

હજુ કોરોના વાયરસનો પ્રકોપ દુનિયાભરમાંથી ઓછો નથી થયો ત્યાં વૈજ્ઞાનિકો દ્વારા બીજા એક ખતરનાક વાયરસની ચેતવણી આપવામાં આવી છે. આ વાયરસનું નામ છે ડીઝીસ એક્સ (Disease X). વૈજ્ઞાનિકોનું કહેવું છે કે આ બીમારી ઇબોલા વાયરસ કરતા પણ ઘાતક સાબિત થઇ શકે છે.

Image Source

તો આ બાબતે WHO દ્વારા અનુમાન લગાવવામાં આવ્યું છે કે દર વર્ષે આ બીમારીના લગભગ એક અરબ મામલા સામે આવી શકે છે અને લાખો લોકોના મોત પણ થઇ શકે છે. આફ્રિકી વાયરસ ઇબોલાની શોધ કરવા વાળા ડોક્ટર જિન જેક્સ મૂએમ્બ તામફમ દ્વારા આ ચેતવણી જાહેર કરવામાં આવી છે અને જણાવ્યું છે કે હવે ડીઝીસ એક્સ વાયરસના પ્રસાર થવાની સંભાવના છે.

Image Source

ડૉ. તામફમના જણાવ્યા અનુસાર ડીઝીસ એક્સ હાલમાં રહેલા કોરોના વાયરસ કરતા પણ વધારે ઘાતક છે. તેમને જણાવ્યું કે કોરોના વાયરસના મુકાબલામાં આ વાયરસ ઝડપથી ફેલાય છે. આ ઉપરાંત તેમને એમ પણ જણાવ્યું કે આ વાયરસથી મોત પામનારાની સંખ્યા ઇબોલાની તુલનામાં 50-90 ટકા વધારે હોઈ શકે છે.

Image Source

હેલ્મહોલ્ટઝ સેન્ટરના ડૉ. જોસેફ સેટલે ધન સન ઓનલાઇનને જણાવ્યું કે “પ્રાણીઓની કોઈપણ પ્રજાતિ આ બીમારીનો સ્ત્રોત બની શકે છે. સંભાવના એ સમુદાયો માટે વધારે છે જ્યાં વધારે ઉંદર અને ચામાચીડિયા છે જેવા વધારે પ્રાણીઓ છે. તેમને એમ પણ જણાવ્યું કે આ પ્રજાતિઓના અનુકૂલન ક્ષમતા ઉપર નિર્ભર કરે છે.

Image Source

હાલમાં આ બીમારી વિશે વધુ માહિતી નથી મળી રહી પરંતુ શોધકર્તાઓનું કહેવું છે કે આ અજ્ઞાત બીમારી બીજી મહામારી બની શકે છે. જેનો એક દર્દી કોંગોમાં મળ્યો છે. કોંગોમાં મળેલા દર્દીને ખુબ જ વધારે તાવ હતો અને સાથે જ ઇન્ટરનલ બ્લીડીંગ પણ થઇ રહ્યું હતું. તેને ઇબોલાનો ટેસ્ટ કરાવ્યો પરંતુ તે નેગેટિવ આવ્યો.

Image Source

વૈજ્ઞાનિકોને ડર છે કે આવનારી મહામારી બેલ્ક ડેથથી પણ વધારે ખરાબ હોઈ શકે છે. જેમાં 7.5 કરોડ લોકોના મોત થયા હતા અને ડીઝીસ એક્સ વાયરસ તેનાથી પણ વધારે ખતરનાક છે. એટલું જ નહિ આવનારા સમયમાં માનવ જાતિએ દર પાંચ વર્ષે સ્વાસ્થ્ય સંકટનો સામનો કરવો પડશે. ઇકો હેલ્થ એલીઆન્સના જણાવ્યા અનુસાર દુનિયામાં રહેલા 1.67 મિલિયન અજ્ઞાત વાયરસમાંથી 827000 પ્રાણીઓમાંથી મનુષ્યોમાં આવ્યા છે.

Niraj Patel