‘બ્રેકઅપ કરો તો આવી રીતે કરો, નહિ તો ના કરો’ : વેલેન્ટાઈન ડે પહેલા વાયરલ થઇ બ્રેકઅપની 2021 વાળી રીત

વેલેન્ટાઈન વિકી ચાલી રહ્યું છે, પ્રેમમાં ડૂબેલા લવર્સ એકબીજાને સ્પેશિયલ ફીલ કરવા માટે કોઈ કસર બાકી નહીં રાખે. એક એક દિવસ સાથે 14 ફેબ્રુઆરીની પણ રાહ જોવાઈ રહી છે. આ બધા વચ્ચે જ સોશિયલ મીડિયા ઉપર બ્રેકઅપની એક નવી રીત વાયરલ થઇ રહી છે. જેમાં એક છોકરીએ પોતાના પ્રેમીથી અલગ થવા અને તેનાથી નફરત કરવાની જાહેરાત ચાર રસ્તા ઉપર લાગેલા સાઈન બોર્ડ ઉપર કરી છે. બોર્ડ ઉપર કાળા રંગના પેઇન્ટ સાથે છોકરીએ પોતાની નફરતની જાહેરાત કરી છે. સિદ્ધિ નામની આ છોકરીને હવે શિવથી નફરત છે. તેનો ઉલ્લેખ તેને મોટા મોટા અક્ષરોમાં રોડ ઉપર લાગેલા બોર્ડમાં કરી દીધો છે. બ્રેકઅપની મિસાલ બનેલા આ બોર્ડની તસવીરો ઝડપથી વાયરલ થઇ રહી છે. આ કડીમાં અમે તમને બતાવીએ દુનિયાના સૌથી ક્રિએટિવ બ્રેકઅપની રીતો. જેને લોકોનું  ધ્યાન ખેંચ્યું હતું. થોડા વર્ષો પહેલા એક છોકરાએ પોતાના બ્રેકઅપનું દર્દ જે અંદાજમાં શેર કર્યું હતું, તે લોકોને ખુબ જ પસંદ આવ્યું હતું. આ વેલેન્ટાઈન વીક તુટેલા દિલ વાળા આશિકો માટે જુઓ આ મજેદાર તસવીરો.

2021માં વેલેન્ટાઈન વીક દરમિયાન સોશિયલ મીડિયા ઉપર આ એક તસ્વીર ઝડપથી વાયરલ થઇ રહી છે. તસ્વીરની અંદર છોકરી પોતાના પ્રેમીથી બ્રેકઅપની સૂચના રોડ વચ્ચે બોર્ડ ઉપર કાળી સ્યાહીથી લખીને કરે છે. આ રીત જોઈને લોકોએ કોમેન્ટ કરીને કહ્યું છે કે બ્રેકઅપ કરવું હોય તો આવી રીતે કરો નહિ તો ના કરો.

સ્નેપચેટ યુઝર્સ અજમુદ્દીન મોહમ્મદની બ્રેકઅપ પોસ્ટ પણ ખુબ જ વાયરલ થઇ હતી. આ છોકરાએ અલગ અલગ રીતે બ્રેકઅપ બાદ પોતાની દગાબાજ પ્રેમિકા વિશે લોકોને જણાવ્યું હતું. મોલના ડાયપર સેક્શનમાં કંઈક આવી જ રીતે દુઃખી હતો દિલ તૂટવા વાળો આશિક.

કદાચ છોકરીએ અલગ થતા પહેલા તેને કહ્યું હશે કે તે તેની ટાઇપનો નથી. તેવામાં તેને કીબોર્ડ ટાઈપનું ઉદાહરણ પણ આપ્યું હતું.

આ પ્રેમીને એવું પણ લાગે છે કે તેને દગો મળ્યો છે. ત્યારે જ તો તેને ગેમ સીડી હોવા છતાં પણ દિલ સાથે રમવાનો ઉલ્લેખ કર્યો છે.

પ્રેમી-પ્રેમિકાના સંબંધનું જોડાણ ના કરી શક્યો. એવામાં આટલા બધા વાયર હોવા છતાં પણ તેમના દિલ ના જોડાઈ શક્યા.

છોકરી પોતાના પ્રેમીને સમય નહોતી આપતી. જેના કારણે આટલી બધી ઘડિયાળ હોવા છતાં પણ સમયની ઉણપ બતાવતો બિચારો આશિક.

છોકરીએ જે બેરહેમીથી છોકરાનું દિલ તોડ્યું, તેને બુટના સોલ સાથે છોકરીના સોલ એટલે કે આત્માની તુલના કરી નાખી.

લોકોને છોકરાની ક્રિએટિવિટી ખુબ જ પસંદ આવી હતી. તેને ડમ્બલની સાથે તેમના સંબંધને વર્કઆઉટની સરખામણી કરી જેને લોકોએ ખુબ જ પસંદ કરી હતી.

ઈંડા પણ છોકરાને દુઃખને દર્શાવી રહ્યા હતા. છોકરાએ ઈંડાને બતાવતા બેદર્દ પ્રેમિકાને કહ્યું કે આટલા ઈંડા હોવા છતાં પણ તેને છોકરાનું દિલ તોડવાનું પસંદ કર્યું.

Niraj Patel