ત્રણ દિવસના દીકરાને લઇને હોસ્પિટલથી નીકળી મશહૂર કોમેડિયન ભારતી સિંહ, ચહેરા પર ખુશી જોઇને તમે પણ કહેશો- કોઇની નજર ના લાગે

કોમેડી ક્વીન ભારતી સિંહ અને હર્ષ લિમ્બાચીયાનો ફર્સ્ટ ફેમિલી ફોટો સામે આવ્યો છે. આ કપલ તેમના નવજાત પુત્રને લઈને હોસ્પિટલથી ઘરે જવા નીકળ્યું હતું. આ દરમિયાન, તેમને પેપરાજી દ્વારા સ્પોટ કરવામાં આવ્યા હતા. હોસ્પિટલથી નીકળ્યા બાદ હર્ષ પુત્રને ખોળામાં લઇ ચાલતો જોવા મળ્યો હતો, જ્યારે ભારતીના ચહેરા પર એક અલગ જ ખુશી જોવા મળી હતી. 4 એપ્રિલના રોજ ભારતીએ પુત્રને જન્મ આપ્યો હતો. ત્યારથી અભિનેત્રી હોસ્પિટલમાં આરામ પર હતી. આવી સ્થિતિમાં હવે કોમેડિયન ત્રણ દિવસના પુત્રને લઈને ઘરે પહોંચી ગઇ છે. ભારતી અને હર્ષે સોશિયલ મીડિયા દ્વારા પુત્રના જન્મના સારા સમાચાર આપ્યા હતા.

જે વીડિયો સામે આવ્યો છે તેમાં તમે જોઈ શકો છો કે ભારતી હર્ષના ચહેરા પરથી માસ્ક હટાવીને પેપરાજી માટે પોઝ આપતી જોવા મળી હતી. આ સાથે પેપરાજી તેમને કેટલાક પ્રશ્નો પૂછી રહ્યા હતા, જે બાદ ભારતી ખૂબ જ ક્યૂટ અંદાજમાં તેમને પાછળથી વાત કરવાનો ઈશારો કરતી જોવા મળી હતી. દરેક લોકો હવે ભારતીના બાળકના નામ અને પ્રથમ તસવીરની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. ભારતીની ડિલિવરી પહેલા ફેન્સે તેના આવનાર બાળકના ઘણા નામ સૂચવ્યા હતા.

તમને જણાવી દઈએ કે એક પોસ્ટ શેર કરતી વખતે ભારતી અને હર્ષે લખ્યું, ‘It’s a BOY’. સ્ટાર કપલે પ્રેગ્નન્સી ફોટોશૂટની સુંદર તસવીર શેર કરી હતી. ફોટોમાં ભારતી અને હર્ષ ખૂબ જ સુંદર અંદાજમાં સાથે જોવા મળી રહ્યા હતા.ભારતી તેની પ્રેગ્નેંસી દરમિયાન વર્કફ્રન્ટમાં ખૂબ જ એક્ટિવ રહી હતી. ભારતીએ ડિલિવરીના છેલ્લા દિવસ સુધી શૂટિંગ કર્યું હતુ. દરરોજ પેપરાજી શૂટિંગના સેટ પર ભારતીને જોતા હતા અને ભારતીના તમામ રસપ્રદ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા હતા. આ સાથે ભારતીનો પ્રી-ડિલિવરી વીડિયો પણ સામે આવ્યો હતો.

વીડિયોમાં ભારતી લેબર પેઈનમાં જોવા મળી હતી અને હોસ્પિટલમાં તેના બાળકને જન્મ આપવાની રાહ જોઈ રહી છે. વાસ્તવમાં, આ વીડિયો ભારતી અને હર્ષે શૂટ કર્યો હતો અને યુટ્યુબ ચેનલ પર વ્લોગ શેર કર્યો છે. આ સમયે ભારતી સિંહના ઘરે ઉજવણીનો માહોલ છે. પુત્રના જન્મથી જ કોમેડિયન ભારતી સિંહનું જીવન ખુશીઓથી ભરેલું છે. ભારતી અને હર્ષ પેરેન્ટહુડની દરેક ક્ષણ માણી રહ્યા છે.

ભારતી આખી રાત જાગતા રહીને પોતાના બાળકની ખાસ કાળજી લઈ રહી છે. સૌથી મહત્વની વાત એ છે કે ભારતી સિંહ હવે તેના ન્યૂ બોર્ન લિટલ પ્રિન્સને તેના ઘરે લઈ જઈ રહી છે. ભારતીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી છે. હોસ્પિટલની બહારથી ભારતી અને હર્ષના ઘણા ફોટા અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હંમેશા બીજાને હસાવતી ભારતીના ચહેરા પરનું મોટું સ્મિત જોઈને સ્પષ્ટ થાય છે કે તે તેના પુત્રને તેના ઘરે લઈ જવા માટે કેટલી ખુશ અને ઉત્સાહિત છે.

તેમ છતાં ચાહકો ભારતી અને હર્ષના નાના બાળકનો ચહેરો જોઈ શક્યા ન હતા. પરંતુ કપલ સાથે પોતાના બાળકને જોઈને તેઓ ખુશ છે. એક યુઝરે લખ્યું- તમારા બંને માટે ખુશી, ઘણો પ્રેમ, બાળકનું સ્વાગત છે. ત્યાં કેટલાક યુઝર્સ હર્ષ અને ભારતીના બાળક પર હાર્ટ ઇમોજી સાથે પ્રેમ વરસાવી રહ્યા છે. ભારતીએ પ્રેગ્નેન્સીમાં ઘણી મહિલાઓ માટે એક દાખલો બેસાડ્યો છે.

Shah Jina