લતાજી નિધન પછી પાછળ કેટલા કરોડની સંપત્તિ છોડી ગયા? જાણો

આજે લતા મંગેશકરનું નિધન થયું છે અને સોશિયલ મીડિયા પર લોકો તેમને શ્રદ્ધાંજલિ અર્પિત કરી રહ્યા રહ્યા છે એવામાં તેમના દ્વારા ગાયેલા સૌથી લોકપ્રિય ગીતોમાંનું એક છે ‘એ મેરે વતન કે લોગોં…’. અગાઉ લતાએ કવિ પ્રદીપ દ્વારા લખાયેલ આ સોન્ગ ગાવાની ના પાડી દીધી હતી, કારણ કે તે રિહર્સલ માટે સમય કાઢી શકતી ન હતી પછી કવિ પ્રદીપે કોઈક રીતે તેમને ગાવા માટે મનાવી લીધો.

આ ગીતનું પ્રથમ પ્રદર્શન 1963માં દિલ્હીમાં ગણતંત્ર દિવસની ઉજવણીમાં થયું હતું. લતા તેની બહેન આશા ભોંસલે સાથે ગીત ગાવા માગતી હતી. બંનેએ સાથે તેનું રિહર્સલ પણ કર્યું હતું. પરંતુ તે ગાવા માટે દિલ્હી જવાના એક દિવસ પહેલા આશાએ જવાની ના પાડી દીધી હતી. પછી લતાજી એકલા હાથે આ ગીતને અવાજ આપ્યો અને તે અમર થઈ ગયું.

સ્વર સમ્રાગ્ની લતાજીની ઉમર 92 વર્ષ હતી. તેઓ મુંબઈની બ્રીચ કેન્ડી હોસ્પિટલમાં સારવા લઈ રહ્યા હતા. લતાજી આજીવન કુંવારા રહ્યા હતા પણ તેમના પરિવારમાં બહેનો અને ભાઈ છે. લતાજી પોતાના જીનવ દરમિયાન એક અહેવાલ મુજબ 50 મિલિયન અમેરિકન ડૉલર રૂપિયા કમાયા છે આ સ્થિતિમાં હવે તેમના વારસદાર કોણ એ પણ સવાલ સર્જાયા છે.

તેમના નેટ વર્થ વિશે વાત કરવામાં આવે તો Trustednetworth.com ના એક અહેવાલ મુજબ લતા મંગેશકરની કુલ પ્રોપર્ટી 50 મિલિયન અમેરિકન ડૉલર છે. ભારતીય રૂપિયામાં તેની કિંમત 368 કરોડ રૂપિયા થાય છે. તેમની કમાણી ગીતોથી અને રોયલ્ટીથી થતી હતી.

૨૦૧૯ની સલમા પણ લતાજીને અચાનક શ્વાસ લેવામાં તકલીફ થતાં 28 દિવસ સુધી હોસ્પિટલમાં એડમિટ રહેવું પડ્યું હતું. 80 વર્ષ જેટલા લાંબા સમય સુધી સંગીત ઇન્ડસ્ટ્રીની દુનિયામાં પોતાના અવાજનો જાદુ પાથરનારા લતા મંગેશકરના નામે 30,000 કરતાં પણ વધારે ગીતો બોલે છે. તેમનું 1969માં પદ્મભૂષણ, 1989માં દાદા સાહેબ ફાળકે એવોર્ડ, 1999માં પદ્મ વિભૂષણ, 2001માં ભારત રત્ન, 2008માં વન ટાઈમ એવોર્ડ ફોર લાઈફ ટાઈમ અચિવમેન્ટ સહિત અનેક એવોર્ડ્સ વડે સન્માન કરવામાં આવેલું છે.

બૉલીવુડ સિનેમાના મહાન પાર્શ્વ ગાયકોમાંથી એક લતા મંગેશકરે 1942ના વર્ષમાં માત્ર 13 વર્ષની ઉંમરે પોતાની કરિયરની શરૂઆત કરી હતી. તેમણે વિભિન્ન ભારતીય ભાષાઓના 30 હજાર કરતાં પણ વધારે ગીતોમાં પોતાનો સ્વર આપ્યો હતો.

YC