દીપુડી પછી હવે આ અભિનેત્રીએ પહેરી ભગવા બિકિની, લોકો બોલ્યા- બસ કરો બસ, શરમ આવે છે કે નહિ

શાહરૂખ ખાન અને દીપિકા પાદુકોણની ફિલ્મ પઠાણના ગીત બેશરમ રંગ પર ખૂબ વિવાદ મચેલો છે. આ ગીતનો વિરોધ એટલા માટે થઇ રહ્યો છે કારણ કે દીપિકાએ ઓરેન્જ કલરની બિકી ગીતમાં પહેરી છે અને તે આ ગીતમાં બોલ્ડ ડાન્સ કરી રહી છે. ઘણા લોકોએ આ બિકીના રંગને ભગવો રંગ કહી તેને ખૂબ જ આપત્તિજનક કરાર આપ્યો છે.

 

View this post on Instagram

 

A post shared by Just Flaunt (@justflauntofficial)

ત્યારે ભગવા બિકી વિવાદ વચ્ચે હવે નેહા શર્માની કેટલીક તસવીરો વાયરલ થઇ રહી છે, જેમાં તેણે ઓરેન્જ કલરની બિકી પહેરી છે. નેહા શર્મા બોલિવુડ અને સાઉથ ઇન્ડસ્ટ્રીની જાણિતી અદાકારા છે. તે સોશિયત મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે અને અવાર નવાર તેની બોલ્ડ અને ગ્લેમરસ તસવીરો શેર કરે છે. હાલમાં થોડા સમય પહેલા જ તેણે શેર કરેલી કેટલીક તસવીરોને કારણે તે વિવાદોમાં આવી ગઇ છે.

તે ભગવા બિકીમાં તેનું ટોન્ડ ફિગર ફ્લોન્ટ કરી રહી છે. આ લુકમાં તે ઘણી ફિટ અને બોલ્ડ લાગી રહે છે. ચાહકો આ તસવીરોને ઘણી પસંદ કરી રહ્યા છે પરંતુ કેટલાક લોકોને ભગવા બિકીમાં આવી રીતે પોઝ આપવો સારુ ન લાગ્યુ અને તે લોકોએ નેહાને ટ્રોલ કરી દીધી. એક યુઝરે લખ્યુ- ભગવા કા અપમાન અબ નહિ સહેગા હિંદુસ્તાન. એકે લખ્યુ- આ વધુ એક ભગવાધારી નીકળી. ત્યાં એકે લખ્યુ- અભિનેત્રીને બોયકોટ કરો.

નેહાની વાત કરીએ તો, તેને લગભગ દરરોજ પેપરાજી દ્વારા જીમ કે યોગા ક્લાસ બહાર સ્પોટ કરવામાં આવે છે. નેહા શર્મા જેકી ભગનાની સાથે ફિલ્મ યંગિસ્તાનમાં જોવા મળી હતી. તેણે સાઉથ ફિલ્મ ચિરૂથાથી ફિલ્મી દુનિયામાં પગ મૂક્યો હતો. આ ફિલ્મને કર્યા બાદ તેણે ક્યા સુપર કુલ હે હમ, યમલા પગલા દીવાના 2, તુમ બિન 2 અને મુબારકા જેવી ઘણી ફિલ્મોમાં કામ કર્યુ છે.

માત્ર ફિલ્મો જ નહિ પણ નેહા વેબ સીરીઝનો પણ ભાગ રહી છે. આ સિવાય તેણે ઘણા શાનદાર મ્યુઝિક આલ્બમ પણ કર્યા છે. જો કે, ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં નેહા વધારે સફળતા હાંસિલ કરી શકી નથી. તે બોલિવુડ ઇન્ડસ્ટ્રીમાં એક્ટિવ છે અને આજ કાલ તેના આવનાર પ્રોજેક્ટ્સને લઇને વ્યસ્ત છે.

Shah Jina