કાગવડના ખોડલધામના શરણે પહોંચ્યા તારક મહેતાના જુના અંજલિ ભાભી, તસવીરો થઇ સોશિયલ મીડિયામાં વાયરલ, જુઓ
મનોરંજન જગતના ઘણા બધા કલાકારોની ગુજરાતમાં આવન જાવન રહેતી હોય છે અને ઘણા બધા કલાકારો ગુજરાતમાં આવીને દેવ દર્શને પણ જતા હોય છે, તો ઘણા એવા ગુજરાતી કલાકારો પણ છે જેમણે બોલીવુડ અને ટીવી જગતમાં પોતાનું આગવું નામ બનાવી લીધું છે. ત્યારે આ કલાકારો પણ દેવ દર્શને વારંવાર જતા હોય છે.
હાલમાં જ તારાક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં પોતાના અભિનયથી દર્શકોના દિલ જીતી લેનારા અંજલિ ભાભી ઉર્ફે નેહા મહેતા ખોડલધામના દર્શને આવી પહોંચ્યા હતા. હાલ નેહા મહેતા શોનો ભાગ નથી અને તેમણે તારક મહેતાને અલવિદા કહી દીધું છે અને તેમની જગ્યા નવા અંજલિ ભાભીએ પણ લઇ લીધી છે. છતાં નેહા મહેતાનો ચાહકવર્ગ ખુબ જ વિશાળ છે.
નેહા મહેતા આજે પણ ખુબ જ લોકપ્રિય છે. તે થોડા સમય પહેલા જ આવેલી ફિલ્મ “હલકી ફુલકી”માં પણ જોવા મળ્યા હતા. ત્યારે હાલ તેઓ લેઉઆ પાટીદારના કુળદેવી અને લાખો ભાવિક ભક્તોના આસ્થાના કેન્દ્ર એવા રાજકોટ જિલ્લામાં આવેલા કાગવડ શ્રી ખોડલધામ મંદિરમાં માથું ટેકવવા માટે આવી પહોંચ્યા હતા.
નેહા મહેતાએ ખોડલધામમાં માથું ટેકવી અને માતાજીના આશીર્વાદ પણ લીધા હતા. સાથે જ ખોડલધામ મંદિર ટ્રસ્ટ દ્વારા તેમનું સન્માન પણ કરવામાં આવ્યું હતું. ખોડલધામ મંદિર ટ્રસ્ટના ટ્રસ્ટી જીતીભાઈ વસોયાએ નેહા મહેતાને માતાજીનીઓ તસવીર સાથે ખોડલધામનો ખેસ પહેરાવીને તેમને સન્માનિત કરવામાં આવ્યા હતા, સાથે જ ખોડલધામ સંસ્થા વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા.
તમને જણાવી દઈએ કે ખોડલધામ મંદિરમાં રોજ હજારો શ્રદ્ધાળુઓ દર્શન કરવાં માટે આવે છે. ઘણા મોટા મોટા દિગ્ગજો પણ આ મંદિરમાં માથું ટેકવી અને માતાજીના આશીર્વાદ પણ લેતા હોય છે. ત્યારે આ ક્રમમાં હવે તારક મહેતાના જુના અંજલિ ભાભી નેહા મહેતાનું પણ નામ જોડાઈ ચૂક્યું છે.