ટીઆરપી માટે મેકર્સ દ્વારા ઉડાવવામાં આવ્યો સંતોષ આનંદની ગરીબીનો મજાક? લોકોએ લગાવી દીધી નેહાની કલાસ

સોશિયલ મીડિયા ઉપર ટીવીના સેલેબ્સ તેમના કેટલાક સારા કામ માટે ખુબ જ ચર્ચામાં રહેતા હોય છે. હાલ આ દરમિયાન “ઇન્ડિયન આઇડલ”ની જજ નેહા કક્કર પણ આ દરમિયાન ખુબ જ ચર્ચામાં રહે છે. નેહાએ આ શોની અંદર ઘણા લોકોની મદદ કરી હોવાનું પણ જોવા મળી રહ્યું છે. હાલમાં જ યોજાયેલા એક એપિસોડની અંદર પ્યારેલાલજી મહેમાન બનીને આવ્યા હતા. આ દરમિયાન જ પ્રખ્યાત ગીતકાર સંતોષ આનંદને પણ બોલાવવામાં આવ્યા હતા. જેના ઘણા વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યા છે.

Image Source

સંતોષ આનંદને સ્ટેજ ઉપર જોઈ અને તેમની પરિસ્થિતિ વિશે જાણીને સ્ટેજ ઉપર રહેલા પ્રતિસ્પર્ધીઓની સાથે જજ પણ ખુબ જ ભાવુક થઇ જાય છે. નેહા પણ તેમના માથે હાથ ફેરવી તેમના જ લખેલા ગીત “એક પ્યાર કા નાગમાં હે” ગાય છે.

Image Source

નેહા આ સાથે જ સંતોષ આનંદજીની પરિસ્થિતિ જોતા જ તેમને આર્થિક મદદ કરવાની પણ જાહેરાત કરે છે અને તેમને 5 લાખ રૂપિયાની મદદ કરે છે. જેના કારણે શોના મેકર્સથી લઈને નેહાના ચાહકો પણ તેના આ કામની પ્રસંશા કરે છે.

પરંતુ હવે ઘણા લોકોનું એમ પણ કહેવું છે કે આ શોની ટીઆરપી વધારવા માટેનો એક સ્ટન્ટ છે જેના દ્વારા સંતોષ આનંદની ગરીબીની મજાક ઉડાવવામાં આવી રહ્યો હતો. ઘણા લોકોનું કહેવું છે કે માત્ર અને માત્ર ટીઆરપી માટે સંતોષ આનંદની ગરીબીને વેચી દેવામાં આવી.

ઇન્ડિયન આઇડલ 12માં પહોંચેલા સંતોષ આનંદે પોતાના જીવન અને દીકરા અને વહુના મોતની કહાની સંભળાવી. જેને બોલતા બોલતા જે ધ્રુસકે ધ્રુસકે રડવા લાગ્યા હતા. આ સાથે જ તેમણે કહ્યું કે મારી હિંમત તૂટી છે કાળજી નહીં. સંતોષ આનંદની વાત સાંભળીને નેહા કક્કરે તેમને 5 લાખ રૂપિયાની આર્થિક મદદ કરી હતી.

સોશિયલ મીડિયામાં પોસ્ટ થયેલો એક વીડિયો જોઈને ગીતકાર મનોજ મુતશિર દ્વારા ટ્વીટ કરવામાં આવી હતી અને કહ્યું હતું કે, “શરમ આવે છે જયારે મીડિયા ખબર વેચવા માટે આટલી નીચે પડી જાય છે. એક લેખકના સ્વાભિમાનના ધજાગરા ઉડાવીને રાખી દીધા. #SantoshAnandજી એક સારા, સુખી અને સાર્થક જીવન જીવી રહ્યા છે. ક્યારેક મળો તેમને, તેમની ખુદ્દારીનું કદ મોટા મોટાને નીચા કરવા માટે પૂરતું છે. શરમ આવે છે.

Niraj Patel