બોલિવુડ ઇન્ડસ્ટ્રીની મોસ્ટ પોપ્યુલર સિંગર નેહા કક્કરને આજે કોઇ ઓળખની જરૂર નથી. તેણે ઇન્ડસ્ટ્રીમાં ઘણુ નામ કમાવ્યુ છે. તેનું એક બાદ એક ઘણા ગીત રીલિઝ થઇ રહ્યા છે. જેને ઘણા પસંદ કરવામાં આવી રહ્યા છે. હાલમાં જ તેનું ‘દિલ કો કરાર આયા’ ગીત રીલિઝ થયુ હતુ અને હવે તે નવુ ગીત “2Phone” લઇને આવી છે. આ પંજાબી ગીત ઘણુ પસંદ કરવામાં આવી રહ્યુ છે.
આ ગીત પર નેહા કક્કરે હાલમાં રીલ બનાવી છે, જે ઘણી મજેદાર છે અને આ રીલમાં તેની ક્યુટનેસ પર તો ચાહકો ફિદા થઇ ગયા છે. નેહા કક્કર જયારે પણ કોઇ ગીત પર રીલ બનાવે છે તો તે તેમાં શાનદાર એક્સપ્રેશન આપે છે. આ વીડિયોમાં પણ તેના એવ જ એક્સપ્રેશન જોવા મળી રહ્યા છે.
નેહા કક્કરે આ ગીત પર જે રીલ બનાવી છે, તે ઘણી વાયરલ થઇ રહી છે. આ ગીતના ઓરિજિનલ વીડિયોની વાત કરીએ તો, એકવાર ફરી અલી ગોની અને જેસ્મિન ભસીન નજર આવી રહ્યા છે અને બંનેની કેમેસ્ટ્રી જોવા લાયક છે. બંનેની મીઠી-તીખી નોંકઝોક પણ જોવા મળી રહી છે.
નેહા કક્કર ઇન્ડિયન આઇડલ 12ને જજ કરી રહી હતી. પરંતુ તે હાલમાં છેલ્લા કેટલાક સમયથી શોમાં જોવા મળી રહી નથી. નેહાની જગ્યાએ તેની બહેન સોનુ કક્કર શોમાં જજની ખુરશી પર બેસી કંટેંસ્ટંટ્સનો હોંસલો વધારતી જોવા મળી રહી છે. આ શો હવે તેના ફાઇનલ તરફ આગળ વધી રહ્યો છે અને ચાહકો એવો ક્યાસ લગાવી રહ્યા છે કે નેહા શોના ફાઇનલ એપિસોડમાં દેખાશે.
મીડિયા રીપોર્ટ્સ અનુસાર, નેહા છેલ્લા કેટલાક સિઝનથી શોને જજ કરી રહી છે અને હવે તે બ્રેક લેવા માંગે છે. કેટલાક વર્ષોથી તે ઘણી મહેનત કરી રહી છે અને તેણે ઘણુ બધુ હાંસિલ પણ કર્યુ છે. પરંતુ નેહા હવે તેના પતિ રોહનપ્રિત સાથે ક્વોલિટી સમય વીતાવવા માંગે છે. આ જ કારણ છે કે તે શોને જજ નથી કરી રહી.
View this post on Instagram
નેહા કક્કરની જગ્યા “ઇન્ડિયન આઇડલ 12” માં તેની બહેન સોનુ કક્કરે લીધી છે. હાલ સોનુ શોને જજ કરી રહી છે.