ટીવી પર હંમેશા રડતી જોવા મળતી નેહા આ બીમારીથી પીડાઈ રહી છે, જુઓ તસવીરો
બોલીવુડની ગાયિકા જેના આવાજના જાદુથી આજે તે ચાહકોના દિલો ઉપર રાજ કરે છે તેવી નેહા કક્કર રિયાલિટી શોની અંદર જજ તરીકે જોવા મળે છે. જજની ખુરશી ઉપર બેસીને નેહા ઘણા બધા ખુલાસા કરતી હોય છે ત્યારે હાલમાં જ તેને પોતાની બીમારી વિશેનો પણ ખુલાસો કર્યો છે.
નેહા કક્કરે રીયાલીટી શોની અંદર જણાવ્યા હતું કે તે એક બીમારીથી પીડાઈ રહી છે અને જેના કારણે તેને ઘણીવાર ખુબ જ ડિસ્ટર્બ પણ થવું પડે છે. નેહાએ જણાવ્યું હતું કે તેની પાસે આજે તેનો પ્રેમ, સારો પરિવાર, કેરિયર બધું જ છે પરંતુ એંગ્જાયટી ઈશ્યુ ના કારણે તે ખુબ જ પરેશાન રહે છે.
નેહા કક્કરે “ઇન્ડિયન આઇડલ 12″ના મંચ ઉપરથી ખુબ જ ભાવુક થઈને આ વાત જણાવી હતી. જો કે નેહાએ જે એપિસોડ દરમિયાન આ વાત જણાવી હતી તે હજુ સુધી પ્રસારિત નથી થયો. તે વિકેન્ડ ઉપર પ્રસારિત થશે.
નેહા હાલમાં સિંગિંગ રિયાલિટી શો “ઇન્ડિયન આઇડલ 12″માં જજની ભૂમિકામાં જોવા મળી રહી છે. આ અઠવાડીએ શોની અંદર મા સ્પેશિયલ એપિસોડ પ્રસારિત થવાનો છે. આ શોના ઘણા પ્રતિસ્પર્ધીઓના પર્ફોમન્સ વખતે પણ નેહા ભાવુક થતી જોવા મળે છે.
આ શોમાં ચંદીગઢથી આવેલી પ્રતિસ્પર્ધી અનુષ્કાએ “લૂકા છુપી” ગીત ગયું હતું જેને સાંભળીને નેહા કક્કર ઈમોશનલ થઇ જાય છે. ગીત સાંભળીને નેહા રડવા લાગે છે અને ત્યારબાદ તે જણાવે છે કે અનુષ્કાની જેમ તેને પણ એંગ્જાયટી ઈશ્યુ છે.
View this post on Instagram
તમને જણાવી દઈએ કે નેહા કક્કડે થોડા સમય પહેલા જ પંજાબી સિંગર રોહનપ્રિત સાથે લગ્ન કર્યા છે. લગ્નની ઘણી તસવીરો સાથે તેમના દુબઇ હનીમૂનની તસવીરો પણ સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ હતી. નેહા અને રોહન બંને પોતાના ઇન્સ્ટાગ્રામ ઉપર પોતાની રોમાન્ટિક તસવીરો ચાહકો સાથે શેર કરતા રહે છે.